આવી રહી છે બાહુબલી 3?

27 June, 2026 05:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં નેટફ્લિક્સ પર ‘બાહુબલી : ધ ટૉર્ચબેરર’ નામની ડૉક્યુમેન્ટરી સિરીઝ સ્ટ્રીમ કરવામાં આવી છે જે લોકપ્રિય ફિલ્મો ‘બાહુબલી : ધ બિગિનિંગ’ અને ‘બાહુબલી 2 : ધ કન્ક્લુઝન’ના નિર્માણ અને એની પાછળના કલાકારોની સફર દર્શાવે છે.

બાહુબલી : ધ ટૉર્ચબેરર નામની ડૉક્યુમેન્ટરીની ક્લિપ.

એસ.એસ. રાજામૌલીની ‘બાહુબલી’ ફ્રૅન્ચાઇઝીની બન્ને ફિલ્મોએ બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત ધૂમ મચાવી હતી. હાલમાં નેટફ્લિક્સ પર ‘બાહુબલી : ધ ટૉર્ચબેરર’ નામની ડૉક્યુમેન્ટરી સિરીઝ સ્ટ્રીમ કરવામાં આવી છે જે લોકપ્રિય ફિલ્મો ‘બાહુબલી : ધ બિગિનિંગ’ અને ‘બાહુબલી 2 : ધ કન્ક્લુઝન’ના નિર્માણ અને એની પાછળના કલાકારોની સફર દર્શાવે છે. આ ડૉક્યુમેન્ટરીમાંથી એક ક્લિપ ઝડપથી વાઇરલ થઈ રહી છે જેના કારણે ‘બાહુબલી 3’ બનવાની છે એવી અટકળો ફરી તેજ બની છે. આ ક્લિપમાં પ્રભાસ, રાણા દગ્ગુબાટી અને અનુષ્કા શેટ્ટી બ્લૉકબસ્ટર ફ્રૅન્ચાઇઝીના વધુ એક ભાગની શક્યતા તરફ સંકેત આપતાં જોવા મળે છે. આ પછી ચાહકોને વિશ્વાસ થઈ ગયો છે કે કદાચ ‘બાહુબલી’નો ત્રીજો અધ્યાય પણ આવી શકે છે.
વાઇરલ થઈ રહેલી ક્લિપમાં રાણા દગ્ગુબાટી કહે છે કે ‘મને ખબર નથી કે આ વાત મારે બધાની સામે કહેવી જોઈએ કે નહીં, પણ કારણ કે રાજામૌલી અહીં હાજર નથી એટલે હું મારા મનની વાત કહી દઉં છું. કદાચ દુનિયા હજુ એના માટે તૈયાર નથી પણ બાહુબલી ચોક્કસ પાછી આવશે...’
આ પછી પ્રભાસ સ્મિત સાથે પોતાની ત્રણ આંગળીઓ બતાવે છે જે જોઈને બધા હસી પડે છે. સોશ્યલ મીડિયા પર અનેક લોકોનું માનવું છે કે આ ફિલ્મના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાતનો સંકેત છે.

baahubali ss rajamouli prabhas rana daggubati anushka shetty bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news