લદાખમાં શૂટિંગ વખતે ઑક્સિજનની તકલીફ પડી હતી બાદશાહને

28 October, 2021 02:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ગીત બનાવવા વિશે બાદશાહે કહ્યું હતું કે ‘આ ગીતને બનાવવા પાછળની ખરી પ્રેરણા એ જ હતી કે જે હાલમાં ચાલી રહ્યું છે એના કરતાં હટકે આપું અથવા શું સાંભળવામાં આવે છે અથવા તો વર્તમાનમાં દર્શકોને શું પસંદ છે.

લદાખમાં શૂટિંગ વખતે ઑક્સિજનની તકલીફ પડી હતી બાદશાહને

બાદશાહે જણાવ્યું છે કે તેના ‘જુગનૂ’ ગીતના શૂટિંગ વખતે લદાખમાં કડકડતી ઠંડી હોવા છતાં પણ તેણે શૂટિંગ પૂરું કર્યું હતું. આ ગીતમાં બાદશાહની સાથે ટેલિવિઝન ઍક્ટ્રેસ આકાંક્ષા શર્મા પણ જોવા મળશે. બાદશાહનું કહેવું છે કે આ પહેલું એવું રેટ્રો ગીત છે જેમાં રૅપ નથી અને એ ઇન્ડિયન સૉન્ગ છે. આ ગીત બનાવવા વિશે બાદશાહે કહ્યું હતું કે ‘આ ગીતને બનાવવા પાછળની ખરી પ્રેરણા એ જ હતી કે જે હાલમાં ચાલી રહ્યું છે એના કરતાં હટકે આપું અથવા શું સાંભળવામાં આવે છે અથવા તો વર્તમાનમાં દર્શકોને શું પસંદ છે. હું ઇન્ટરનૅશનલ સ્તરની વાત કરું તો યુટ્યુબ ઇન્ટરનેટ પર તમને જે મળે છે એ મ્યુઝિક આખા વિશ્વ સુધી પહોંચે છે. એથી એ મારા માટે અઘરું બની ગયું અથવા તો મારે એક કલાકાર તરીકે તદ્દન હટકે આપવાની ઇચ્છા હતી.’
ગીતના શૂટિંગના અનુભવ વિશે બાદશાહે કહ્યું હતું કે ‘અમે ગીતનો કેટલોક ભાગ લેહમાં શૂટ કર્યો હતો અને એ અતિશય કપરું હતું. અમે જ્યાં શૂટિંગ કરી રહ્યા હતા એના માટે અમને સૂર્યોદયના એ પ્રકાશની જરૂર હતી. શહેરથી એ લોકેશન દોઢ કલાકના અંતરે હતું. પહાડોની વચ્ચે ખાડાવાળી જમીન હતી. પવન પણ ખૂબ જ સ્ટ્રૉન્ગ અને ઝડપી હતો. ટેમ્પરેચર તો ઝીરો હતું પરંતુ માઇનસ જેવો અનુભવ થતો હતો. એક રાતે મેં કહ્યું હતું કે હું મક્કમ અને જિદ્દી છું એથી હું શૂટ કૅન્સલ નહીં કરું અને એ રાતે તો હું ઊંઘ્યો પણ નહીં. પહાડોમાં ઑક્સિજન ઓછો હોય છે અને જો તમે એનાથી ટેવાયેલા ન હો તો તમે ભારે એક્સરસાઇઝ કે પછી ડાન્સ ન કરી શકો. એથી ડાન્સર પણ બેભાન થઈ રહ્યા હતા. એથી એ ખૂબ અઘરું હતું પરંતુ અમે પૂરું કર્યું.’

bollywood news bollywood bollywood gossips entertainment news badshah