મારા ગીત પર લોકો રીલ્સ અને કવર્સ બનાવે ત્યારે ખુશી થાય છે : બાદશાહ

30 July, 2021 12:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉચાના અમિતની સાથે તેણે બનાવેલા ગીત ‘બાવલા’ને હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે.

બાદશાહ

બાદશાહનું કહેવું છે કે તેના ગીત પર જ્યારે પણ લોકો રીલ્સ અને કવર્સ બનાવે છે ત્યારે તેને ઘણી ખુશી થાય છે. ઉચાના અમિતની સાથે તેણે બનાવેલા ગીત ‘બાવલા’ને હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ વિશે વાત કરતાં બાદશાહે કહ્યું હતું કે ‘આપણી ટ્રેડિશન સાથે જોડાયેલું હોય એવું મ્યુઝિક મારે લોકો સુધી પહોંચાડવું છે અને એ ‘બાવલા’ દ્વારા મેં આપ્યું છે. લોકો રીલ્સ અને કવર્સમાં મારા ગીતનો ઉપયોગ કરે એનાથી મને ઘણી ખુશી મળે છે. હું પોતાને ખૂબ જ નસીબદાર માનું છું કે મને જે કરવું ગમે છે એ હું કરી રહ્યો છું. આશા છે કે ‘બાવલા’ લોકોને પસંદ પડશે.’

bollywood news badshah entertainment news