રૅપરે ૫૦ બાળકીના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાની કરી જાહેરાત

08 April, 2026 11:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટટીરી ગીતના વિવાદમાં બાદશાહે મહિલા આયોગને સોંપી દીધું લેખિત માફીનામું

રૅપરે ૫૦ બાળકીના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાની કરી જાહેરાત

રૅપર બાદશાહના ગીત ‘ટટીરી’ના શબ્દોને લઈને ભારે વિવાદ ઊભો થયો હતો. આ વિવાદ બાદ બાદશાહે ગીત હટાવી દીધું હતું અને સોશ્યલ મીડિયા પર આવી માફી પણ માગી હતી. હવે બાદશાહના વકીલે જણાવ્યું કે મંગળવારે મહિલા આયોગ સમક્ષ લેખિત માફી પણ સોંપવામાં આવી છે. ‘ટટીરી’ ગીતના વિવાદ મામલે બાદશાહ ગઈ કાલે મહિલા આયોગ સમક્ષ હાજર થયો હતો. વકીલના જણાવ્યા અનુસાર આ વિવાદ માટે બાદશાહે મહિલા આયોગને સત્તાવાર માફીનામું આપ્યું છે અને આ સાથે જ તેણે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય પણ લીધો છે. બાદશાહ હવે ૫૦ બાળકીના શિક્ષણનો ખર્ચ ઉઠાવશે અને તેમના માટે ફંડ એકત્ર કરવામાં પણ મદદ કરશે.

badshah bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news