BAFTA અવૉર્ડ્‌સમાં દિવંગત ધર્મેન્દ્રને આપવામાં આવી શ્રદ્ધાંજલિ

24 February, 2026 11:17 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ધર્મેન્દ્રનું અવસાન ગયા વર્ષે ૨૪ નવેમ્બરે મુંબઈસ્થિત તેમના નિવાસસ્થાને થયું હતું

ફાઇલ તસવીર

લંડનમાં યોજાયેલા ૭૯મા બ્રિટિશ ઍકૅડેમી ઑફ ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન આર્ટ્સ (BAFTA) અવૉર્ડ્‌સ દરમ્યાન દિગ્ગજ દિવંગત ઍક્ટર ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ કાર્યક્રમનું આયોજન BAFTA દ્વારા લંડનના પ્રખ્યાત રૉયલ ફેસ્ટિવલ હૉલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગયા વર્ષે અવસાન પામેલા વિશ્વભરના ફિલ્મી દિગ્ગજોનું સ્મરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર રજૂઆત દરમ્યાન ધર્મેન્દ્રનું નામ વિશેષ સન્માન સાથે લેવામાં આવ્યું હતું.

ધર્મેન્દ્રનું અવસાન ગયા વર્ષે ૨૪ નવેમ્બરે મુંબઈસ્થિત તેમના નિવાસસ્થાને થયું હતું. તેઓ ૮૯ વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી ગયા હતા. આરોગ્ય સંબંધિત તકલીફ બાદ તેમને મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં લગભગ એક અઠવાડિયા સુધી સારવાર ચાલી હતી. ત્યાર બાદ પરિવારજનોએ તેમને ઘરે રાખીને સારવાર કરવાનો નિર્ણય લીધો હતો. જોકે ૨૪ નવેમ્બરના રોજ તેમનું નિધન થયું અને ૨૫ નવેમ્બરે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

dharmendra bollywood events london entertainment news bollywood bollywood news