03 January, 2026 03:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફરીથી રિલીઝ થશે રણવીર સિંહ અને અનુષ્કા શર્માની બૅન્ડ બાજા બારાત
રણવીર સિંહ અને અનુષ્કા શર્માને લીડ રોલમાં ચમકાવતી યશરાજ ફિલ્મ્સની ‘બૅન્ડ બાજા બારાત’ ૨૦૧૦માં રિલીઝ થઈ હતી. હવે આ ફિલ્મ લગભગ ૧૬ વર્ષ પછી ૧૬ જાન્યુઆરીએ રીરિલીઝ થવાની છે. રણવીર અને અનુષ્કાની જોડી આ ફિલ્મથી બહુ લોકપ્રિય બની હતી અને તેમની ઑન-સ્ક્રીન કેમિસ્ટ્રી, સંવાદો અને પાત્રોની સાદગી દર્શકોનાં દિલ જીતી ગઈ હતી.