બટવારા 1947ની હિરોઇનના મામલે સોશ્યલ મીડિયામાં ગજબનું કન્ફ્યુઝન

01 August, 2026 05:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘણા લોકો માને છે કે AIના કારણે પોસ્ટરમાં નવોદિત કનિકા કપૂર બિલકુલ કિઆરા અડવાણી જેવી લાગે છે, આ પોસ્ટર રિલીઝ થતાં જ કનિકા કપૂરે સોશ્યલ મીડિયામાં કનિકાએ એને શૅર કરતાં લખ્યું હતું કે ‘‘બટવારા 1947’ આ ૧૪ ઑગસ્ટે પાર્ટિશન ડેના અવસરે થિયેટરમાં જુઓ.’ 

બટવારા 1947ની હિરોઇનના મામલે સોશ્યલ મીડિયામાં ગજબનું કન્ફ્યુઝન

સની દેઓલની આગામી ફિલ્મ ‘બટવારા 1947’નું નવું કૅરૅક્ટર પોસ્ટર રિલીઝ થયા બાદ સોશ્યલ મીડિયા પર એની જોરદાર ચર્ચા શરૂ થઈ છે. આવા એક પોસ્ટરમાં નવોદિત અભિનેત્રી કનિકા કપૂર અને કરણ દેઓલ સાથે જોવા મળે છે. પોસ્ટરમાં ફૂલોની ડિઝાઇનવાળો ડ્રેસ, આછા ભૂરા રંગનો દુપટ્ટો અને એકદમ સરળ મેકઅપમાં જોવા મળેલી કનિકા કપૂરને જોઈને અનેક લોકો ક્ષણભર માટે મૂંઝાઈ ગયા હતા અને ઘણા લોકોને એ પહેલી નજરે કિઆરા અડવાણી જ લાગી હતી. 

આ પોસ્ટર રિલીઝ થતાં જ કનિકા કપૂરે સોશ્યલ મીડિયામાં કનિકાએ એને શૅર કરતાં લખ્યું હતું કે ‘‘બટવારા 1947’ આ ૧૪ ઑગસ્ટે પાર્ટિશન ડેના અવસરે થિયેટરમાં જુઓ.’ 

આ પોસ્ટ સામે આવતાં જ કમેન્ટ વિભાગમાં પ્રતિક્રિયાઓનો વરસાદ શરૂ થઈ ગયો જેમાં મોટા ભાગના લોકોને લાગતું હતું કે તે કિઆરા અડવાણી જેવી લાગે છે. જોકે કનિકાની સોશ્યલ મીડિયા પરની અન્ય તસવીરો જોતાં સ્પષ્ટ થાય છે કે તે કિઆરા જેવી દેખાતી નથી. તેથી મોટા ભાગના ચાહકોનું માનવું છે કે આ પોસ્ટર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી તૈયાર કરવામાં આવ્યું હોવાના કારણે કનિકાનો લુક કિઆરા જેવો લાગે છે.

sunny deol kiara advani karan deol social media bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news