15 July, 2025 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ભાગ મિલ્ખા ભાગ’
ઍથ્લીટ મિલ્ખા સિંહના જીવન પર આધારિત ફિલ્મ ‘ભાગ મિલ્ખા ભાગ’ ૧૮ જુલાઈએ રીરિલીઝ થવાની છે. એક્ઝિબિટર PVR-INOXએ રીરિલીઝની જાહેરાત કરીને જણાવ્યું કે આ બાયોપિક દેશભરનાં સિલેક્ટેડ PVR થિયેટરોમાં રિલીઝ થશે. રાકેશ ઓમપ્રકાશ મેહરા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં ફરહાન અખ્તર અને સોનમ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ૨૦૧૩ની ૧૧ જુલાઈએ રિલીઝ થઈ અને હવે બાર વર્ષે ફરીથી રિલીઝ થઈ રહી છે.