23 February, 2026 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભાગ્યશ્રીએ દીકરાની ૩૬મી વર્ષગાંઠે ખાસ તસવીરો શૅર કરી છે
શનિવારે ભાગ્યશ્રીના દીકરા અભિમન્યુ દાસાણીની ૩૬મી વર્ષગાંઠ હતી. દીકરાના જન્મદિવસે ભાગ્યશ્રીએ સોશ્યલ મીડિયા પર તેના પર બહુ પ્રેમ વરસાવ્યો છે અને જીવનનો એક સુખદ અનુભવ પણ શૅર કર્યો છે. ભાગ્યશ્રીએ સોશ્યલ મીડિયા પર દીકરાના બાળપણથી લઈને યુવાની સુધીની તસવીરો શૅર કરીને કહ્યું કે ‘તેં મારી જિંદગી બદલી નાખી. પ્રેમથી ભરેલો, મારું સપનું અને મારી દુનિયા, તું મારો સૂર્ય છે. મારું કહી શકું એવા નાનકડા ખુશીથી ભરેલા બાળકથી માંડીને આજે એક સુંદર, પ્રતિભાશાળી અને મજબૂત આધાર બન્યો છે. આ સફર યાદ કરતાં મારા ચહેરા પર સ્મિત આવી જાય છે. દરેક તસવીર એક ખાસ યાદ અપાવે છે. અભિમન્યુ, ભગવાનનો પ્રકાશ હંમેશાં તારા પર ચમકતો રહે. જન્મદિવસની શુભેચ્છાઓ.’