19 January, 2026 04:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સારું થયું મને બીજો દીકરો આવ્યો, દીકરી ન આવી
કૉમેડિયન ભારતી સિંહ હંમેશાં બીજા સંતાન તરીકે દીકરી ઇચ્છતી હતી, પણ તેની એ ઇચ્છા પૂરી ન થઈ શકી અને તેણે બીજા દીકરા કાજુને જન્મ આપ્યો. જોકે હવે ભારતીનું કહેવું છે કે સારું થયું, દીકરી ન થઈ. જોકે આ વાત સાંભળીને ઘણા લોકો ચોંકી ગયા, પરંતુ એની પાછળનું ભાવનાત્મક કારણ હવે જાણવા મળ્યું છે.
ભારતીએ પોતાના વ્લૉગમાં જણાવ્યું હતું કે ‘એક દિવસ મારા મોટા દીકરા ગોલાએ મજાકમાં કહી દીધું કે મારી બૅગ પૅક કરી દો, હું ઘર છોડીને જઈ રહ્યો છું. એ સાંભળીને મને તો રડવું આવી ગયું. પછી મને વિચાર આવ્યો કે દીકરી એક દિવસ લગ્ન પછી પોતાનું ઘર છોડીને સાસરે ચાલી જાય છે એ ક્ષણ કેટલી પીડાદાયક હોય છે. એવું લાગે છે ભગવાનનો ખૂબ આભાર કે મને દીકરી નથી, નહીંતર હું તો તેના ગયા પછી જીવતી જ ન રહી શકી હોત. ધન્ય છે એ માતા-પિતાઓને જેમને દીકરીઓ છે, જે તેમને ભણાવી-ગણાવીને સંસ્કાર આપી મોટી કરે છે અને પછી દિલ પર પથ્થર મૂકીને તેમને વિદાય આપે છે. જ્યારે કેટલાક દીકરાઓ તો એવા હોય છે જે પોતાનાં માતા-પિતાને જ ઘરમાંથી કાઢી મૂકે છે.’