07 October, 2026 05:07 PM IST | Pushkar | Gujarati Mid-day Correspondent
ભૂમિએ ફૂડ-બ્લૉગ પણ શૂટ કર્યા હતા
ભૂમિ પેડણેકરે થોડા સમય પહેલાં પુષ્કરની આધ્યાત્મિક યાત્રા કરી હતી. આ સમયે તેણે અનેક મંદિરોનાં દર્શન કરવાનો અને ખાણીપીણીનો ભરપૂર આનંદ માણ્યો હતો. આ સમયે ભૂમિએ ફૂડ-બ્લૉગ પણ શૂટ કર્યા હતા. આ માટે તેણે પુષ્કરની બજારો અને શેરીઓમાં ફરીને વિડિયો બનાવ્યો હતો અને સ્થાનિક લોકો સાથે વાતચીત પણ કરી હતી.
વિડિયોમાં જોવા મળે છે કે ભૂમિએ પુષ્કરના પ્રખ્યાત રબડીવાળા માલપૂઆનો સ્વાદ ચાખ્યો હતો તેમ જ ચટણી સાથે ખસ્તા કચોરી અને પુષ્કરના જાણીતા કાળા જાંબુનો સ્વાદ પણ તેણે માણ્યો હતો. હવે ભૂમિએ યાત્રા દરમ્યાન કરેલા ફૂડ-બ્લૉગનો વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે અને એને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.