19 February, 2026 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિવેક અગ્નિહોત્રી
‘બૉર્ડર 2’ની સફળતા બાદ ટી-સિરીઝના ભૂષણ કુમાર હવે ઑપરેશન સિંદૂરને મોટા પડદા પર લાવવાની યોજના બનાવી રહ્યા છે. એક રિપોર્ટ મુજબ તેમણે આ વૉર-ડ્રામા માટે વિવેક અગ્નિહોત્રી સાથે હાથ મિલાવ્યો છે. આ ફિલ્મ પહલગામમાં થયેલા દુખદ આતંકી હુમલા અને એના જવાબમાં ભારતીય સેનાએ લીધેલા પ્રતિશોધ પર આધારિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ પ્રોજેક્ટને ટી-સિરીઝ અને ‘આઇ ઍમ બુદ્ધા પ્રોડક્શન’ મળીને પ્રોડ્યુસ કરશે, જ્યારે ફિલ્મનું ડિરેક્શન વિવેક અગ્નિહોત્રી સંભાળશે. આ ફિલ્મને મોટા સ્તર પર બનાવવાનું આયોજન છે. જોકે આ ફિલ્મના કાસ્ટિંગ, શૂટિંગ-શેડ્યુલ અથવા રિલીઝની તારીખ વિશે હજી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.