07 May, 2026 05:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બિપાશા બાસુએ ગોવામાં ફૅમિલી-વેકેશન ગાળીને ઊજવી દસમી વેડિંગ-અૅનિવર્સરી
૩૦ એપ્રિલે બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરની દસમી લગ્નતિથિ હતી. આ જોડીએ ગોવામાં એક નાનકડું વેકેશન ગાળીને આ સ્પેશિયલ દિવસની ઉજવણી કરી હતી. હાલમાં બિપાશાએ તેના આ વેકેશનની કેટલીક ખાસ તસવીરો શૅર કરી છે જેમાં તે સ્વિમવેઅરમાં ગ્લૅમરસ અંદાજમાં જોવા મળે છે. બિપાશાના ફૅન્સને તેની આ તસવીરોમાં તેની અને કરણની કેમિસ્ટ્રી બહુ પસંદ પડી રહી છે.