કૅનેડામાં હવે કપિલ શર્માની કૅફેની બાજુની રેસ્ટોરાં પર થયું ફાયરિંગ

04 May, 2026 12:29 PM IST  |  British Columbia | Gujarati Mid-day Correspondent

આ ઘટના બાદ બિશ્નોઈ ગૅન્ગના એક સભ્યએ સોશ્યલ મીડિયા પોસ્ટ લખીને કૉમેડિયનને ધમકી પણ આપી

ફાઇલ તસવીર

કૉમેડિયન કપિલ શર્માની કૅનેડામાં આવેલી રેસ્ટોરાં ‘કૅપ્સ કૅફે’ની નજીક ફાયરિંગ થયું છે. આ ફાયરિંગ તેની કૅફેની બાજુમાં આવેલી એક અન્ય રેસ્ટોરાં ‘ચા સુટ્ટા બાર કૅફે’ પર થયું હતું. આ પછી બિશ્નોઈ ગૅન્ગના એક સભ્ય દ્વારા સોશ્યલ મીડિયા મારફત કપિલ શર્માને ધમકી પણ આપવામાં આવી છે.

આ ફાયરિંગની ઘટના બાદ બિશ્નોઈ ગૅન્ગના એક સભ્યએ સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે કૅપ્સ કૅફેની બાજુમાં આવેલી ચા સુટ્ટા બાર કૅફે પર ગોળી ચાલી છે. અમારો સંદેશો છે કે લાઇન પર આવી જાઓ.’

આ પોસ્ટમાં કપિલ શર્માને ચેતવણી આપતાં લખવામાં આવ્યું છે કે ચા સુટ્ટા બારની જગ્યાએ હવે તારી કૅપ્સ કૅફે અને મુંબઈનું ઘર હશે. આ વખતે અમે કોઈની ભલામણ પર નહીં અટકીએ.’
કૅનેડામાં આવેલી કપિલ શર્માની કૅફે પર અત્યાર સુધીમાં ૩ વખત ફાયરિંગ થઈ ચૂક્યું છે. સૌથી પહેલી ઘટનાની જવાબદારી લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે લીધી હતી. આ ગૅન્ગ બૉલીવુડ સેલિબ્રિટીઓને ધમકી આપવા માટે જાણીતી છે. ત્રીજી વખત પણ આ જ ગૅન્ગના સભ્યોએ ફાયરિંગ કર્યું હતું.

kapil sharma canada fire incident lawrence bishnoi entertainment news bollywood bollywood news