તાપસી પન્નૂ સ્ટારર ફિલ્મ `Blurr`નું ટ્રેલર લૉન્ચ,જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ

29 November, 2022 02:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ એક સાઇકોલૉજિકલ થ્રિલર ફિલ્મ (Psychological Thriller) છે. બ્લર (Blurr) ઝી5 (Zee5) પર ડિસેમ્બરમાં (December) સ્ટ્રીમ કરવામાં આવી રહી છે. બ્લર તાપસી (Taapsee Pannu) માટે ખૂબ જ સ્પેશિયલ ફિલ્મ છે,

ફાઈલ તસવીર

તાપસી પન્નૂની (Taapsee Pannu) ફિલ્મ બ્લર (Film Blurr) સિનેમાઘરોને બદલે ડાયરેક્ટ ઓટીટી પ્લેટફૉર્મ (will Release on OTT Plateform) પર રિલીઝ થઈ રહી છે. મંગગળવારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ (Trailor Release) કરી દેવામાં આવ્યું છે. આ એક સાઇકોલૉજિકલ થ્રિલર ફિલ્મ (Psychological Thriller) છે. બ્લર (Blurr) ઝી5 (Zee5) પર ડિસેમ્બરમાં (December) સ્ટ્રીમ કરવામાં આવી રહી છે. બ્લર તાપસી (Taapsee Pannu) માટે ખૂબ જ સ્પેશિયલ ફિલ્મ છે, કારણકે આનું પ્રૉડક્શન (Production) તેણે જ કર્યું છે જ્યારે નિર્દેશક અજય બહલ છે.

ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે ગાયત્રીની જુડવા બહેન ગૌતમીની ડેડ બૉડી ફાંસી ફંદા સાથે લટકતી મળે છે. કોઈ સુસાઈડ નોટ નથી. બધા આને આત્મહત્યા જ માને છે. પણ, ગાયત્રીને વિશ્વા નથી થતો કે ગૌતમીએ આપઘાત કર્યો છે. આથી, તે આની તપાસમાં લાગી જાય છે.

ગાયત્રી સાથે તકલીફ એ છે કે તેની આંખની જ્યોતિ ધીમે ધીમે જઈ રહી છે. બહેનની મોતનું કારણ જાણવાની સાથે તેને આ પડકારનો પણ સામનો કરવાનો છે. ગાયત્રીના પતિના રોલમાં ગુલશન દેવૈયા છે, જે તેને આ પાગલપન કરતી અટકાવવા માગે છે. આ વચ્ચે કેટલીક ઘટનાઓ ઘટે છે, જે ફિલ્મ સસ્પેન્સને વધારે છે.

સ્પેનિશ ફિલ્મની છે રીમેક
તાપસી આ ફિલ્મની સાથે એક્ટ્રેસ અને પ્રૉડ્યૂસર તરીકે પોતાની ઇનિંગની શરૂઆત કરી છે. બ્લરનું નિર્માણ તાપસીની હોમ પ્રૉડક્શન કંપની આઉટસાઈડર્સ ફિલ્મ્સે કર્યું છે. ફિલ્મની જાહેરાત ગયા વર્ષે જુલાઈમાં કરી હતી. આનું શૂટ નૈનીતાલમાં થયું છે, જ્યાં 40 દિવસનું શેડ્યૂલ ચાલ્યું હતું. બ્લર સ્પેનિશ ફિલ્મ જૂલિયાઝ આઈઝનું અડેપ્ટેશન છે. ફિલ્મમ ઝી5 પર 9 ડિસેમ્બરના સ્ટ્રીમ કરવામાં આવી રહી છે. 

ઓટીટી પર જોઈ શકાય છે તાપસી પન્નૂની આ ફિલ્મો

ઓટીટી પર પહોંચનારી તાપસીની આ વર્ષે છઠ્ઠી ફિલ્મ છે. 2022માં તાપસીની પહેલી ઓટીટી રિલીઝ લૂપ લપેટા હતી, જે જર્મન ફિલ્મ રન લોલા રનની ઑફિશિયલ રીમેક છે. આ ફિલ્મમાં તાપસીની સાથે તાહિર રાજ ભસીન પણ હતા. લૂપલપેટા નેટફ્લિક્સ પર આવી હતી. તેલુગુ ફિલ્મ મિશન ઇમ્પૉસિબલ સિનેમાઘરોમાં આવ્યા પછી નેટફ્લિક્સ પર આવી હતી.

આ પણ વાંચો : `બડા પછતાઓગે` ગીત પર ડાન્સ જોઈ નોરા થઈ ભાવુક, શૅર કરી શૂટ દરમિયાનની સ્થિતિ

ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજની બાયોપિક શાબાસ મિથુ સિનેમાઘરોમાં આવી હતી, જેના પછી ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવી ચૂકી છે. અનુરાગ કશ્યપ નિર્દેશિત દોબારા પણ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ સ્પેશિન ફિલ્મ મિરાજની રીમેક છે. થિયેટર્સ પછી ફિલ્મ ઓટીટી પર આવી ચૂકી છે અને નેટફ્લિક્સ પર જોઈ શકાય છે.

ત્યાર બાદ સીધા ઝી5 પર આવી તડકા, જે એક રોમાન્ટિક ડ્રામા કૉમેડી છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રકાશ રાજે કર્યું છે. જો કે, આ જૂની ફિલ્મ છે, જે કોઈ કારણસર રિલીઝ થઈ શકી નહોતી. ફિલ્મમાં નાના પાટેકર પણ લીડ સ્ટાર કાસ્ટનો ભાગ છે.

taapsee pannu bollywood news bollywood bollywood gossips trailer launch entertainment news