03 July, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉબી ડાર્લિંગ ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
બૉલિવૂડ અભિનેત્રી બૉબી ડાર્લિંગે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ સાથેના વન નાઇટ સ્ટેન્ડ વિશે વાત કરી. બૉબીએ કહ્યું કે તે એક ક્લબમાં મળ્યા હતા અને ત્યાં બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. તેણે એમ પણ કહ્યું કે તે પ્રેમ હતો પણ હું તેને કદાચ વન નાઇટ સ્ટેન્ડ જ કહી શકું છું.
બૉલિવૂડ એક્ટર બૉબી ડાર્લિંગ ફરી એકવાર ચર્ચામાં છે. ફિલ્મ અને ટીવી જગતમાં પોતાની એક અલગ ઓળખ બનાવનાર બૉબીએ પોતાના અભિનયથી લોકોનું ખૂબ મનોરંજન કર્યું છે. તેને બૉલિવૂડમાં ટ્રાન્સ અભિનેત્રી તરીકે ઘણી ઓળખ મળી. 1999માં ફિલ્મ `તાલ`થી ડેબ્યૂ કરનાર બૉબી ટીવી પર `કસૌટી જિંદગી કે` થી લઈને `બિગ બૉસ` સુધીના શોમાં પણ જોવા મળી હતી. તાજેતરમાં, તેણે એક એવો ખુલાસો કર્યો જેણે બધાને સ્તબ્ધ કરી દીધા.
બૉબી ડાર્લિંગે મુનાફ પટેલ સાથે `વન નાઈટ સ્ટેન્ડ` કર્યું હતું
હકીકતમાં, બૉબી ડાર્લિંગે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેનો એક ભૂતપૂર્વ ક્રિકેટર સાથે વન નાઈટ સ્ટેન્ડ હતો. આ ખુલાસો કરતી વખતે તેણે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલનું નામ લીધું. બૉબીએ કહ્યું, અમે તે સમયે ખાલી મિત્રો હતા અને અમે એક ક્લબમાં મળ્યા હતા. અમે ક્લબમાં જતા હતા અને સાથે પાર્ટી કરતા હતા અને તે દરમિયાન લોકોએ અમને સાથે જોયા અને કોઈએ કહ્યું કે મેં મુનાફ સાથે પાર્ટી કરી હતી અને હું તેને મળી હતી.
ઇન્ટરવ્યુમાં, બૉબીએ આગળ કહ્યું કે હું ક્યારેય નહીં કહું કે મુનાફ સાથે મારો કોઈ રોમેન્ટિક સંબંધ હતો, પરંતુ મારા તરફથી થોડો લગાવ જરૂરૂ હતો. જ્યારે લોકો એકબીજાને મળે છે, ત્યારે પહેલા લગાવ હોય છે અને પછી પ્રેમ થાય છે. પ્રેમ હતો પણ હું તેને કદાચ ખાલી `વન નાઇટ સ્ટેન્ડ` જ કહી શકું છું.
બૉબીએ એમ પણ કહ્યું કે જ્યારે તેણે મીડિયા સાથે આ બાબત વાત કરી હતી ત્યારે તેની અને મુનાફ વચ્ચેના સબંધ સમાપ્ત થઈ ગયા હતા. તેણે કહ્યું કે જ્યારે મેં આ વાત જાહેર કરી ત્યારે મુનાફે મને કહ્યું કે આનાથી તેની બદનામી થશે. બીજા ક્રિકેટરો શું વિચારશે, શું કહેશે. મેં તેને કહ્યું કે જ્યારે હું તને ફોન કરું છું ત્યારે તું મારો ફોન ઉપાડતો નથી, હવે હું તેને ખૂબ ગંદી લાગુ છું પણ બૅડ પર તેને માખણ જેવી લાગુ છું.
બૉબી ડાર્લિંગ મૂવીઝ: બૉબીએ કઈ ફિલ્મોમાં કામ કર્યું?
બૉબી ડાર્લિંગ `સ્ટાઈલ`, `મૈંને દિલ તુજકો દિયા`, `ના તુમ જાનો ના હમ`, `દિલ ને જીસે અપના કહા`, `જીના સિર્ફ મેરે લિયે`, `પેજ 3` જેવી ફિલ્મોમાં જોવા મળી છે. આ સાથે તેણે `ક્યૂંકી સાસ ભી કભી બહુ થી`, `કસૌટી જિંદગી કે`, `બિગ બોસ સીઝન 1`, `આહટ`, `સસુરાલ સિમર કા` જેવા શોમાં પણ પોતાની ઓળખ બનાવી છે.