બૉબી દેઓલ vs અહાન પાંડે

11 November, 2025 02:59 PM IST  |  Mumbai | Foram Shah

સૈયારાના સ્ટારની આગામી ઍક્શન ફિલ્મમાં જોવા મળશે આ અનોખી ટક્કર

બૉબી દેઓલ, અહાન પાંડે

બૉબી દેઓલે ફિલ્મ ‘ઍનિમલ’થી ધમાકેદાર કમબૅક કર્યું હતું અને આ પછી આર્યન ખાનની ડિરેક્ટર તરીકેની ડેબ્યુ સિરીઝ ‘The Ba***ds of Bollywood’માં  તેની ઍક્ટિંગે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. હવે રિપોર્ટ અનુસાર ‘સૈયારા’ના સ્ટાર અહાન પાંડેની નેક્સ્ટ ઍક્શન ફિલ્મમાં બૉબીને સાઇન કરવામાં આવ્યો છે અને આ ફિલ્મમાં અહાન અને બૉબીની ટક્કર જોવા મળશે. યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મને અલી અબ્બાસ ઝફર ડિરેક્ટ કરી રહ્યો છે અને એમાં બૉબીને નેગેટિવ શેડ્સ ધરાવતા એક મજબૂત પાત્ર માટે સાઇન કરવામાં આવ્યો છે.

bobby deol ahaan panday upcoming movie ali abbas zafar entertainment news bollywood bollywood news