14 October, 2025 11:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનું પોસ્ટર
હાલમાં બૉબી દેઓલે તેના આગામી પ્રોજેક્ટનો ફર્સ્ટ લુક શૅર કર્યો છે. આ લુક કયા પ્રોજેક્ટનો છે એ વાતની તેણે સ્પષ્ટતા નથી કરી, પણ તે આ લુકમાં ‘પ્રોફેસર વાઇટ નૉઇસ’ તરીકે જોવા મળી રહ્યો છે. બૉબીએ શૅર કરેલા આ લુકમાં તે જાડાં કાળી ફ્રેમવાળાં ચશ્માં અને લાંબા વાળમાં જોવા મળી રહ્યો છે અને તેણે વાયોલેટ શર્ટ અને મૅચિંગ કોટ પહેર્યો છે. પોસ્ટરના બૅકગ્રાઉન્ડમાં હેલિકૉપ્ટર અને મિલિટરી ટૅન્ક દેખાઈ રહ્યાં છે જે ફિલ્મની ઍક્શનથી ભરપૂર થીમ તરફ ઇશારો કરે છે. બૉબીએ આ પોસ્ટ શૅર કરતાં કૅપ્શન લખી છે, ‘પૉપકૉર્ન લઈ આવો, શો શરૂ થવાનો છે... ૧૯ ઑક્ટોબર.’