✕

ભાગ્યશ્રીએ આ શું માંડ્યું છે?

28 November, 2026 05:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેઓ સાથે ઝૂમતાં અને ડાન્સ કરતાં પણ જોવા મળ્યાં હતાં. તેમની કે‌‌મિસ્ટ્રી જોઈને કેટલાક લોકોને આનંદ થયો હતો તો કેટલાક લોકોને વધુ પડતો દેખાડો પણ લાગ્યો હતો.

ભાગ્યશ્રી ૫૭ વર્ષની ઉંમરે પણ પોતાના રોમૅન્ટિક અંદાજને લઈને ચર્ચામાં

ભાગ્યશ્રી ૫૭ વર્ષની ઉંમરે પણ પોતાના રોમૅન્ટિક અંદાજને લઈને ચર્ચામાં છે. ગઈ કાલે તેના પતિ હિમાલય દાસાણીનો જન્મદિવસ હતો તો ભાગ્યશ્રીએ તેની સાથેના સુપર રોમૅન્ટિક ડાન્સનો વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

આ વિડિયો પોસ્ટ કરીને ભાગ્યશ્રીએ મેસેજ લખ્યો હતો કે ‘મારી જિંદગીને હંમેશાં રોમાંચક, કૉમેડી અને ડ્રામા, ઍક્શન તથા રોમૅન્સથી ભરપૂર બનાવતી એ વ્યક્તિને... જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.સૂર્યની આસપાસની વધુ એક પરિક્રમા, જેથી આપણે વધુ યાદો બનાવી શકીએ... કેટલીક અવિશ્વસનીય, પ્રેરણાદાયી અને થોડી પાગલપંતીભરી કહાનીઓ પણ લખી શકીએ... લવ યુ હસબન્ડ.’ બીજી તરફ હિમાલય પણ પત્ની પર પ્રેમ વરસાવવામાં પાછળ રહ્યો નહોતો. તેણે ક્યારેક ભાગ્યશ્રીને લિપ-કિસ કરી તો ક્યારેક પ્રેમથી ગળે લગાવી હતી. બન્નેનો રોમૅન્ટિક અંદાજ અહીં જ અટક્યો નહોતો. તેઓ સાથે ઝૂમતાં અને ડાન્સ કરતાં પણ જોવા મળ્યાં હતાં. તેમની કે‌‌મિસ્ટ્રી જોઈને કેટલાક લોકોને આનંદ થયો હતો તો કેટલાક લોકોને વધુ પડતો દેખાડો પણ લાગ્યો હતો.

bhagyashree viral videos bollywood buzz bollywood news bollywood bollywood gossips entertainment news