વિકી કૌશલ, કૅટરિના કૈફ, વરુણ ધવન, કાર્તિક આર્યન સહિત આ સ્ટાર્સે આ રીતે ઉજવી હોળી

14 March, 2025 06:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Bollywood Holi 2025 Celebration: સોમવારે સવારે ઘણી સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર તેમના ઉજવણીના ફોટા અને વીડિયો પોસ્ટ કર્યા હતા. વરુણ ધવન અને કાર્તિક આર્યન જેવા સ્ટાર્સે તેમના ચાહકોને હોળીની શુભેચ્છા પાઠવી હતી.

કૅટરિના કૈફ વિકી કૌશલ અને કાર્તિક આર્યન (તસવીર: સેલેબ્સ સોશિયલ મીડિયા)

આજે સંપૂર્ણ દેશભરમાં હોળી-ધૂળેટીની ઉજવણી (Bollywood Holi 2025 Celebration) કરવામાં આવી રહી છે. કૉમન મૅનથી લઈને નેતાઓ અને અભિનત્રીઓ પણ આ રંગોના તહેવારમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. હોળીની ઉજવણી કરવાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હોળીના રંગોમાં બૉલિવૂડના અનેક કલાકારો રંગાયેલા દેખાયા હતા. ફિલ્મ જગતના કેટલાક સ્ટાર્સે હોળી સેલિબ્રેટ કરવાના કેટલાક વીડિયોઝ અને તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી છે.

હોળી આવી ગઈ છે, અને દરેકની જેમ બૉલિવૂડ સ્ટાર્સ (Bollywood Holi 2025 Celebration) પણ તેમના મિત્રો અને પરિવાર સાથે ઉજવણી કરી રહ્યા છે. સોમવારે સવારે ઘણી સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર તેમના ઉજવણીના ફોટા અને વીડિયો પોસ્ટ કર્યા હતા. વરુણ ધવન અને કાર્તિક આર્યન જેવા સ્ટાર્સે તેમના ચાહકોને હોળીની શુભેચ્છા પાઠવી હતી.

કૅટરિના કૈફ અને વિકી કૌશલ રમ્યા હોળી

બૉલિવૂડના સૌથી પ્રખ્યાત ઍક્ટર્સ અને પાવર કપલ, કૅટરિના કૈફ અને વિકી કૌશલે (Bollywood Holi 2025 Celebration) શુક્રવારે બપોરે તેમના ચાહકોને તેમના હોળી ઉજવણીની ઝલક આપી. કૅટરિનાએ પતિ વિકી અને પરિવાર સાથે હોળી ઉજવી હતી. તેમણે શૅર કરેલી તસવીરોમાં વિકીનો ભાઈ સની કૌશલ, કૅટરિનાના માતાપિતા અને ઇસાબેલ કૈફ સહિત પરિવાર વીડિયોમાં જોવા મળી રહ્યો છે. તેમણે બધાને હોળીની શુભેચ્છા પાઠવી હતી. રંગોથી હોળી ઉજવ્યા પછી વિકી અને તેના ભાઈ સાથે પોઝ આપ્યો. વિકી કૌશલ અને કૅટરિનાકૈફે તેમના મુંબઈના ઘરે તહેવારની ઉજવણી કરી અને તેમના ઉજવણીની ઝલક શૅર કરી.

વરુણ ધવને પણ કર્યો જોરદાર ડાન્સ

વરુણ ધવન આ વર્ષે તેના સહ-અભિનેતા મનીષ પૉલ (Bollywood Holi 2025 Celebration) સાથે ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ના સેટ પર હોળીની ઉજવણી કરતો જોવા મળ્યો હતો. મનીષ અને વરુણ બન્ને હોળીના રંગોથી ભરાયેલા જોવ મળ્યા. વરુણ તેની વેનિટી વાનમાં અરીસા સામે શર્ટલેસ ડાન્સ કરતો જોવા મળ્યો હતો.

અંકિતા લોખંડે અને વિકી જૈનનું હોળી સેલિબ્રેશન

આ વર્ષે અંકિતા લોખંડે અને વિકી જૈને (Bollywood Holi 2025 Celebration) તેમના નજીકના મિત્રો અને પરિવાર માટે હોળી પાર્ટીનું આયોજન કર્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર પાપારાઝી દ્વારા પોસ્ટ કરાયેલા ઘણા વીડિયોમાં અંકિતા લાલ સાડીમાં, તેના પતિ સાથે ખુશીથી નાચતી અને હોળીની ઉજવણી કરતી જોવા મળી હતી.

રવિના ટંડન

અભિનેત્રી શુક્રવારે બપોરે હોળીની (Bollywood Holi 2025 Celebration) ઉજવણી માટે પાપારાઝીને મીઠાઈના પૅકેટ આપતી જોવા મળી. તેણીએ તેની આસપાસના બધા લોકો સાથે ઉત્સવની ભાવના વ્યક્ત કરી.

કાર્તિક આર્યન

કાર્તિક આર્યન તેના પરિવાર સાથે હોળીની ઉજવણી કરતો જોવા મળ્યો. અભિનેતાએ તેના ચાહકોને શુભેચ્છા પાઠવવા માટે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરી અને હાર્ટ એમોજી સાથે કેપ્શનમાં લખ્યું, “હેપ્પી હોળી.”

vicky kaushal katrina kaif varun dhawan manish paul kartik aaryan ankita lokhande raveena tandon holi viral videos photos bollywood buzz bollywood news bollywood gossips bollywood