પરવીન બાબીએ જ્યારે માત્ર એગ્સ ખાઈને પસાર કર્યા હતા દિવસો

25 October, 2025 10:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૂજાએ આ મુલાકાત વિશે વાત કરતાં વધુમાં કહ્યું હતું કે ‘મને જોઈને પરવીન બાબી ખૂબ ખુશ થયાં. તેમણે મને આલિંગન આપ્યું અને અમે બેસીને વાતો કરવા લાગ્યાં. બધું સંપૂર્ણપણે સામાન્ય હતું. અચાનક તેમણે કહ્યું કે મને માફ કરજે, હું તને નાસ્તો ઑફર નથી કરી શકતી.

પરવીન બાબી અને પૂજા બેદી

ઍક્ટ્રેસ પરવીન બાબીના જીવનનો એક તબક્કો બહુ તકલીફદાયક હતો અને તે માત્ર એગ્સ ખાઈને દિવસો પસાર કરતી હતી. પરવીનના જીવન સાથે સંકળાયેલી આ વાતનો ખુલાસો પરવીનના એક સમયના બૉયફ્રેન્ડ કબીર બેદીની દીકરી પૂજા બેદીએ કર્યો છે. પૂજાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘મને યાદ છે કે ઘણાં વર્ષો પછી તેઓ ભારત પાછાં આવ્યાં હતાં. બધા કહેતા હતા કે તેમની સાથે કંઈક ખોટું થયું છે. હું તેમના ઘરે ગઈ. તેમણે દરવાજો ખોલ્યો અને તેઓ સંપૂર્ણપણે અલગ દેખાઈ રહ્યાં હતાં. તેમનું વજન ખૂબ વધી ગયું હતું અને વાળ વિખેરાયેલા હતા.’

પૂજાએ આ મુલાકાત વિશે વાત કરતાં વધુમાં કહ્યું હતું કે ‘મને જોઈને પરવીન બાબી ખૂબ ખુશ થયાં. તેમણે મને આલિંગન આપ્યું અને અમે બેસીને વાતો કરવા લાગ્યાં. બધું સંપૂર્ણપણે સામાન્ય હતું. અચાનક તેમણે કહ્યું કે મને માફ કરજે, હું તને નાસ્તો ઑફર નથી કરી શકતી, કારણ કે હું માત્ર એગ્સ જ ખાઉં છું. મેં તેમને આની પાછળનું કારણ પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો કે આ એક જ વસ્તુ છે જેની સાથે તેઓ છેડછાડ નથી કરી શકતા. મેં તેમને પૂછ્યું, કોણ? તો તેમણે કહ્યું કે સીક્રેટ સર્વિસ અથવા એફબીઆઇ. મને તરત જ થયું કે તેમને કંઈક ખોટો અનુભવ થઈ રહ્યો છે. હું એ સમયે ખૂબ ચિંતામાં મુકાઈ ગઈ હતી.’

parveen babi pooja bedi bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news