બમન ઈરાની પેટ ડૉગ લિસાના મૃત્યુથી ભારે અપસેટ

12 February, 2026 11:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બમને ગઈ કાલે લિસાના મૃત્યુ મામલે પોતાના સોશ્યલ મીડિયામાં એની જૂની તસવીરો તેમ જ યાદગીરી શૅર કરી છે

બમન ઈરા પેટ ડૉગ લિસા સાથે

બમન ઈરાની હાલમાં તેની પેટ ડૉગ લિસાના નિધનથી બહુ અપસેટ છે. બમને ગઈ કાલે લિસાના મૃત્યુ મામલે પોતાના સોશ્યલ મીડિયામાં એની જૂની તસવીરો તેમ જ યાદગીરી શૅર કરી છે.
બમને પોસ્ટમાં લિસાની પ્રશંસા કરતાં કહ્યું કે એ અત્યંત રૉયલ, નમ્ર અને ઉદાર આત્મા હતી. બમને ભાવુક શબ્દોમાં જણાવ્યું કે ‘તું સૌથી વધુ લાડકવાયેલી, અટેન્શન માગતી અને પરિવારની પ્રાથમિકતા રહેલી પેટ ડૉગ હતી. કેમ? કારણ કે તું સૌથી રૉયલ, ઉદાર અને સૌમ્ય આત્મા હતી. મેં એવા અનેક લોકો જોયા છે જે ડૉગ્સને પસંદ કરતા નહોતા, પરંતુ લિસાને મળ્યા બાદ તેઓ પણ પ્રાણીપ્રેમી બની ગયા હતા.’

બમને ઈરાનીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ‘હું અને મારો પરિવાર લિસાને ખૂબ યાદ કરીશું. તું રૂમમાં પ્રવેશતી ત્યારે મેં ગુસ્સાને પ્રેમમાં બદલાતા જોયો છે. એ સમયે દુખ પળવારમાં ગાયબ થઈ જતું. તું ઝઘડા શાંત કરી દેતી, કારણ કે તને લોકોને ઝઘડતા જોવું ગમતું નહોતું. તારી ઊર્જા ખરાબને દૂર કરતી અને સારાને આકર્ષતી. અમે તને ખૂબ યાદ કરીશું, મારી પ્રિય લિસા.’

boman irani social media entertainment news bollywood bollywood news