શિલ્પા શેટ્ટીના પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે બૉમ્બે હાઈ કોર્ટે આપ્યો આદેશ

11 March, 2026 10:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોર્ટે અલગ-અલગ ડિજિટલ પ્લૅટફૉર્મ પર ચાલી રહેલા બદનામીજનક અને નિયમોનું ઉલ્લંઘન કરનારી કન્ટેન્ટને તરત દૂર કરવાનો પણ આદેશ આપ્યો છે

શિલ્પા શેટ્ટી

બૉમ્બે હાઈ કોર્ટે શિલ્પા શેટ્ટીના પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે અને શિલ્પાની ટીમે આ વાતની સત્તાવાર પુષ્ટિ પણ કરી છે. આ આદેશ અનુસાર શિલ્પા શેટ્ટીનાં નામ, તસવીર, અવાજ, સમાનતા અથવા પર્સનાલિટીનો કોઈ પણ રીતે ગેરવપરાશ કરવો કે એને ખોટી રીતે રજૂ કરવાની પ્રવૃત્તિ હવે પ્રતિબંધિત રહેશે.

કોર્ટે અલગ-અલગ ડિજિટલ પ્લૅટફૉર્મ પર ચાલી રહેલા બદનામીજનક અને નિયમોનું ઉલ્લંઘન કરનારી કન્ટેન્ટને તરત દૂર કરવાનો પણ આદેશ આપ્યો છે. કોર્ટના આદેશમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે કોઈ પણ જાહેર વ્યક્તિની ઓળખ અને પ્રતિષ્ઠાનો તેમની મંજૂરી વિના વ્યાવસાયિક લાભ માટે ઉપયોગ કરી શકાય નહીં અથવા ડિજિટલ રીતે એની સાથે છેડછાડ કરી શકાય નહીં.
કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે ડિજિટલ પ્લૅટફૉર્મે એવી કન્ટેન્ટને દૂર કરવા માટે ઝડપી પગલાં લેવાં જોઈએ જે કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે અથવા ટેક્નૉલૉજીના ગેરઉપયોગ દ્વારા એની ઓળખ ખરાબ કરે છે.

shilpa shetty bombay high court entertainment news bollywood bollywood news