19 August, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બોની કપૂર
એક સમયે ભારેખમ શરીર ધરાવતા બોની કપૂરે હાલમાં સારુંએવું વજન ઉતાર્યું છે અને હવે તેમને બાવીસ વર્ષ જૂનું જીન્સ અને ૧૮ વર્ષ જૂનું શર્ટ પણ બહુ સારી રીતે થઈ જાય છે. હાલમાં બોની કપૂરે તેમનાં આ જૂનાં કપડાં પહેરીને એક તસવીર સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી. આ તસવીર જોઈને દીકરી જાહ્નવી કપૂર બહુ ઇમ્પ્રેસ થઈ ગઈ હતી અને તેણે ‘વાઉ પપ્પા’ એવી કમેન્ટ પણ કરી હતી.
હાલમાં બોની કપૂરે ૬૯ વર્ષની ઉંમરે જિમ વગર ૨૬ કિલો વજન ઘટાડ્યું છે. આ માટે તેમણે ડાયટમાં ફેરફાર કર્યો હતો. તેમણે રાતનું ભોજન બંધ કરીને તેમ જ સૂપ, ફળ અને જુવારની રોટલી ખાઈને સતત એક વર્ષ સુધી પ્રયાસ કરીને આ સફળતા મેળવી છે.