સંદેસે આતે હૈં હવે બૉર્ડર 2માં બની ગયું ઘર કબ આઓગે

29 December, 2025 02:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મના સેન્સર-સર્ટિફિકેટમાં આ ગીતની લંબાઈ ૩ મિનિટ ૨૩ સેકન્ડ દર્શાવવામાં આવી છે અને એને કોઈ પણ કટ વગર પાસ કરવામાં આવ્યું છે

‘બૉર્ડર 2’માં આ ગીતને નવા અંદાજમાં રજૂ કરવામાં આવશે

૧૯૯૭ની ફિલ્મ ‘બૉર્ડર’નું પ્રસિદ્ધ ગીત ‘સંદેસે આતે હૈં’ આજે પણ લોકોના દિલમાં ખાસ જગ્યા ધરાવે છે. આ ગીત સૈનિકોની જુદાઈ, ત્યાગ અને પરિવારની વેદનાને ખૂબ જ ભાવુક રીતે રજૂ કરે છે. હવે ‘બૉર્ડર 2’માં આ ગીતને નવા અંદાજમાં રજૂ કરવામાં આવશે.

રિપોર્ટ મુજબ ફિલ્મના સેન્સર-સર્ટિફિકેટમાં આ ગીતની લંબાઈ ૩ મિનિટ ૨૩ સેકન્ડ દર્શાવવામાં આવી છે અને એને કોઈ પણ કટ વગર પાસ કરવામાં આવ્યું છે. ગીતની ધુન મૂળ ગીત જેવી જ ભાવનાત્મક રાખવામાં આવી છે પરંતુ એમાં સૈનિકોની ઘરે પરત આવવાની તીવ્ર ઇચ્છા પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. હવે ‘સંદેસે આતે હૈં’નું નામ બદલીને ‘ઘર કબ આઓગે’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ આગામી વર્ષે ૨૩ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

border upcoming movie entertainment news bollywood bollywood news