મુંબઈ પોલીસે સેલિના જેટલીના ઑસ્ટ્રિયન પતિ પીટર હાગ વિરુદ્ધ જાહેર કર્યો લુક આઉટ સર્ક્યુલર

10 May, 2026 09:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટ્રેસ સેલિના જેટલીએ તેના ઑસ્ટ્રિયન બિઝનેસમૅન અને હોટેલિયર પતિ પીટર હાગ વિરુદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સેલિનાએ પતિ પર મારપીટ, નુકસાન પહોંચાડવાનો, ધમકી આપવાનો અને સતત પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે.

સેલિના જેટલી અને પતિ પીટર હાગ

ઍક્ટ્રેસ સેલિના જેટલીએ તેના ઑસ્ટ્રિયન બિઝનેસમૅન અને હોટેલિયર પતિ પીટર હાગ વિરુદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સેલિનાએ પતિ પર મારપીટ, નુકસાન પહોંચાડવાનો, ધમકી આપવાનો અને સતત પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે.

રિપોર્ટ અનુસાર વર્સોવા પોલીસ-સ્ટેશનમાં શુક્રવારે પોલીસ-ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ 85, 115(2), 351(2) અને 352 હેઠળ કેસ નોંધ્યો છે. આ કાર્યવાહી ઘરેલુ હિંસા અધિનિયમ, ૨૦૦૫ હેઠળ ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા ઉપરાંત કરવામાં આવી છે. એ સિવાય તપાસમાં સહયોગ ન આપવાને કારણે મુંબઈ પોલીસે પીટર હાગ વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર (LOC) બહાર પાડ્યો છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

celina jaitly mumbai police Crime News mumbai crime news bollywood buzz bollywood news bollywood entertainment news