21 May, 2026 11:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સેલિના જેટલીએ બાળકો અને ભાઈ સાથે ફરી મિલન થાય એ માટે મંદિરમાં કરી પ્રાર્થના
સેલિના જેટલી હાલમાં પોતાની પર્સનલ લાઇફમાં ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. તે હાલમાં તલાકની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે તેમ જ તેને બાળકોની કસ્ટડી પણ નથી મળી. આ ઉપરાંત તેનો ભાઈ હાલમાં યુનાઇટેડ એમિરેટ્સમાં કસ્ટડીમાં છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે સેલિનાએ ગઈ કાલે હિમાચલ પ્રદેશમાં આવેલા માં બગલામુખી મંદિરે પહોંચીને પ્રાર્થના કરી હતી. તેણે પોતાનાં બાળકો અને ભાઈ સાથે ફરી મિલન થાય એ માટે માતાજી પાસે પ્રાર્થના કરી હતી.
સેલિનાએ વિડિયો શૅર કરીને લખ્યું હતું કે ‘માં બગલામુખીના ગર્ભગૃહમાં મેં દિવ્ય માતાનાં ચરણોમાં મારા ભાઈ સાથે પુનર્મિલન, મારાં બાળકો સાથે પુનર્મિલન માટે પ્રાર્થના કરી છે. હું આ પવિત્ર પૂજા એવી દરેક વ્યક્તિ સાથે શૅર કરું છું જે માં બગલામુખી પાસે આશીર્વાદ, સુરક્ષા, ન્યાય અને પોતાના પ્રિયજનોને ફરી ઘરે લાવવાની શક્તિ માગી રહ્યા છે.’