01 February, 2026 11:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`ચાંદ મેરા દિલ`નું પોસ્ટર
લક્ષ્ય લાલવાણી અને અનન્યા પાંડેને પહેલી વખત સાથે ચમકાવતી ફિલ્મ ‘ચાંદ મેરા દિલ’ ૮ મેએ રિલીઝ થશે એવી જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મની જાહેરાત ૨૦૨૪માં કરવામાં આવી હતી અને મેકર્સે એને ૨૦૨૫માં રિલીઝ કરવાની યોજના બનાવી હતી, પરંતુ કેટલાંક કારણોસર એ સમયસર રિલીઝ થઈ શકી નહોતી. એ પછી મેકર્સે જણાવ્યું હતું કે આ ફિલ્મ ૧૦ એપ્રિલે રિલીઝ થશે, પણ હવે ફિલ્મની રિલીઝ-ડેટ બદલવામાં આવી છે અને હવે એ ૮ મેએ થિયેટર્સમાં રિલીઝ થશે.