અનન્યા પાંડેને ચાંદની લુકમાં ચમકાવતો આ ડ્રેસ છે ૫૬,૫૦૦ રૂપિયાનો

09 May, 2026 09:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે આ લુકને મિનિમલ મેકઅપ, બિંદી અને ક્લાસિક જ્વેલરી સાથે કમ્પ્લીટ કર્યો હતો.

અનન્યા પાંડે

અનન્યા પાંડે અને લક્ષ્ય લાલવાણીને લીડ રોલમાં ચમકાવતી ‘ચાંદ મેરા દિલ’ બાવીસમી મેએ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અનન્યા ચાંદનીનો રોલ કરી રહી છે. હાલમાં અનન્યાએ સોશ્યલ મીડિયામાં પોતાના ‘ચાંદની’ લુકની ગુલાબી અનારકલી તેમ જ માથામાં ગજરા સાથેની તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં અનન્યાએ પહેરેલા ખાસ આઉટફિટની કિંમત આશરે ૫૬,૫૦૦ રૂપિયા જેટલી હોવાના રિપોર્ટ છે. અનન્યાનો આ લુક ટ્રેડિશનલ અને મૉડર્ન સ્ટાઇલનું કૉમ્બિનેશન છે. તેણે આ લુકને મિનિમલ મેકઅપ, બિંદી અને ક્લાસિક જ્વેલરી સાથે કમ્પ્લીટ કર્યો હતો.

Ananya Panday bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news