ફૅનની કૅન્સર ટ્રીટમેન્ટની જવાબદારી લીધી ચિરંજીવીએ

28 October, 2021 02:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચિરંજીવી પાસેથી મળેલી મદદ બાદ વેન્કટે કહ્યું હતું કે ‘હું પોતાને તેમનો ફૅન કહીને નસીબદાર માનું છું. ચિરંજીવી સરનો હું આખી જિંદગી ઉપકાર માનું તોય ઓછું છે.’

ફૅનની કૅન્સર ટ્રીટમેન્ટની જવાબદારી લીધી ચિરંજીવીએ

ટોલીવુડના મેગા સ્ટાર ચિરંજીવીએ તેના એક ફૅન વેન્કટની કૅન્સરની સારવારની જવાબદારી લીધી છે. મંગળવારે ચિરંજીવીની ઑફિસમાં જઈને વેન્કટે મુલાકાત કરી હતી અને પોતાની સ્થિતિ વિશે જણાવ્યું હતું. વેન્કટની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તે સારવારનો ખર્ચ ઉઠાવી શકે એમ નથી. ચિરંજીવીએ તેની હેલ્થની બધી માહિતી મેળવી અને તેને હૈદરાબાદની પ્રાઇવેટ હૉસ્પિટલમાં જઈને ફરીથી ચેક-અપ કરાવવાની સલાહ આપી હતી. સાથે જ પોતાની ટીમને પણ તેની હેલ્થ વિશે સમયાંતરે અપડેટ લેવા વિશે કહ્યું છે. તદુપરાંત ચિરંજીવીએ તેને બે લાખ રૂપિયા પણ આપ્યા હતા. ચિરંજીવીએ દાખવેલી ઉદારતા અને કરેલી મદદને જોતાં તેના ફૅન્સ પણ ખૂબ ખુશ થયા છે. ચિરંજીવી પાસેથી મળેલી મદદ બાદ વેન્કટે કહ્યું હતું કે ‘હું પોતાને તેમનો ફૅન કહીને નસીબદાર માનું છું. ચિરંજીવી સરનો હું આખી જિંદગી ઉપકાર માનું તોય ઓછું છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news chiranjeevi