ચંકીએ અંજનેરી પર્વતો પાસે આવેલા હનુમાનજીના મંદિરમાં કર્યાં દર્શન

12 February, 2026 11:17 AM IST  |  Nashik | Gujarati Mid-day Correspondent

ચંકીએ પોતાના સોશ્યલ મીડિયામાં તેના આ આધ્યાત્મિક અનુભવની તસવીરો શૅર કરી છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ચંકી પાંડેએ હાલમાં નાશિક નજીક અંજનેરી પર્વતો પાસે આવેલા હનુમાનજીના મંદિરમાં દર્શન કરી આશીર્વાદ લીધા છે. અહીં તેણે શંકર ભગવાનના મંદિરમાં પણ દર્શન કર્યાં હતાં. ચંકીએ પોતાના સોશ્યલ મીડિયામાં તેના આ આધ્યાત્મિક અનુભવની તસવીરો શૅર કરીને લખ્યું છે, ‘જય હનુમાનજી. નાશિકના અંજનેરી પર્વતોની નજીક આવેલા હનુમાનજીના મંદિરમાં સુંદર દર્શન કર્યાં. આ પવિત્ર સ્થળ ભગવાન હનુમાનજીનું જન્મસ્થળ માનવામાં આવે છે. આ દિવ્ય અને આધ્યાત્મિક વાતાવરણમાં દર્શન કરીને અતિ શાંતિ અને આનંદનો અનુભવ થયો.’

chunky pandey nashik social media entertainment news bollywood bollywood news