સિનેમા હૉલ્સ અને ડિજિટલ પ્લૅટફૉર્મનું પોતાનું અસ્તિત્વ છે : શ્રેયસ તલપડે

05 August, 2021 12:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મને લાગે છે કે ડિજિટલ પ્લૅટફૉર્મ્સને પણ લોકો સાથે-સાથે અપનાવી રહ્યા છે. એની હવે લોકોની ટેવ પડી ગઈ છે. શું સિનેમા હૉલ્સ ઊઘડી જશે તો પણ ડિજિટલ પ્લૅટફૉર્મ્સનો જાદુ જળવાઈ રહેશે?

શ્રેયસ તલપડે

શ્રેયસ તલપડેનું માનવુ છે કે સિનેમા હૉલ્સ અને ડિજિટલ પ્લૅટફૉર્મનું આગવું સ્થાન છે. શ્રેયસનું ‘નાઇન રસ’ નામનું પ્લૅટફૉર્મ છે. રોહિત શેટ્ટીની ‘ગોલમાલ 5’ની તૈયારી ચાલી રહી છે. ‘મોનુ ઔર મુન્ની કી શાદી’ અને મરાઠી ફિલ્મ ‘મૃગતૃષ્ણા’ રિલીઝને આરે છે. લૉકડાઉનને કારણે છેલ્લા ઘણા સમયથી સિનેમા હૉલ્સ બંધ છે એવામાં મોટા ભાગની ફિલ્મો ડિજિટલ પ્લૅટફૉર્મ્સ પર જ રિલીઝ થઈ છે. સિનેમા હૉલ્સ અને ડિજિટલ પ્લૅટફૉર્મ વિશે શ્રેયસે કહ્યું હતું કે ‘દરેક વસ્તુને એનું સ્થાન હોય છે. થિયેટર્સનો તો એનો અલગ જ જાદુ છે. વીક-એન્ડ્સમાં પરિવાર સાથે થિયેટર્સમાં જઈને ફિલ્મો જોનારા લોકો માટે આ એક સેલિબ્રેશન સમાન છે. લોકોને થિયેટર્સમાં જઈને ફિલ્મો જોવી ગમે છે અને તેઓ જોતા જ રહેશે. થિયેટર્સ શરૂ કરવાની જરૂર છે અને મનોરંજન જે કદી પણ ખતમ નથી થવાનું એના માટે કેટલાક નિયમોને હળવા કરવાની જરૂર છે. મને લાગે છે કે ડિજિટલ પ્લૅટફૉર્મ્સને પણ લોકો સાથે-સાથે અપનાવી રહ્યા છે. એની હવે લોકોની ટેવ પડી ગઈ છે. શું સિનેમા હૉલ્સ ઊઘડી જશે તો પણ ડિજિટલ પ્લૅટફૉર્મ્સનો જાદુ જળવાઈ રહેશે? એવા જ સવાલો જ્યારે ટીવી આવ્યાં ત્યારે પણ લોકોના મનમાં હતા. એ વખતે તો વીસીડી, સીડી અને ડીવીડીનું ચલણ હતું અને હવે ડિજિટલ પ્લૅટફૉર્મ્સ છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news shreyas talpade