04 June, 2026 12:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘કૉકટેલ 2’માં શાહિદ કપૂર
૪૫ વર્ષનો શાહિદ કપૂર લાંબા સમય પછી ૧૯ જૂને રિલીઝ થનારી તેની આગામી ફિલ્મ ‘કૉકટેલ 2’માં લવરબૉયના રોલમાં જોવા મળશે અને તેની સાથે ક્રિતી સૅનન અને રશ્મિકા મંદાના પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મોમાં ઘણી વખત એવું જોવા મળે છે કે ૪૦-૪૫ વર્ષથી વધુ ઉંમરના કલાકારો પણ કૉલેજિયનનો રોલ કરતા હોય છે. શાહિદ પણ ‘કૉકટેલ 2’માં આવાં કેટલાંક દૃશ્યોમાં જોવા મળશે. જોકે શાહિદ આવાં દૃશ્યો કરવા માટે ખાસ કમ્ફર્ટેબલ નથી.
‘કૉકટેલ 2’ના ટ્રેલર-લૉન્ચ દરમ્યાન શાહિદે પોતાની લાગણી જણાવતાં કહ્યું હતું કે ‘મને કૉલેજનાં દૃશ્યો કરવામાં શરમ આવે છે. હું મારાં બાળકો પાસે માફી પણ માગવા ઇચ્છું છું કારણ કે મને ખબર છે કે જ્યારે તેઓ મોટાં થશે ત્યારે કહેશે કે ડૅડ, તમે ૪૫ વર્ષની ઉંમરે આ બધું શા માટે કરી રહ્યા હતા? જોકે એક ઍક્ટર તરીકે મને દરેક પ્રકારની ભૂમિકાઓ ભજવવી ગમે છે.’