23 August, 2026 01:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહિદ કપૂર, ક્રિતી સૅનન અને રશ્મિકા મંદાના
શાહિદ કપૂર, ક્રિતી સૅનન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘કૉકટેલ 2’ આ વર્ષે થિયેટરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ૨૦૧૨માં રિલીઝ થયેલી સૈફ અલી ખાન, ડાયના પેન્ટી અને દીપિકા પાદુકોણની ‘કૉકટેલ’ની સીક્વલ હતી. દર્શકોએ ફિલ્મને ખૂબ પસંદ કરી હતી અને એણે બૉક્સ-ઑફિસ પર પણ શાનદાર કમાણી કરી હતી. હવે આ ફિલ્મ ૧૪ ઑગસ્ટે OTT પ્લૅટફૉર્મ પર રિલીઝ થઈ ગઈ છે અને ત્યાં પણ એને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ફિલ્મ હાલમાં નંબર વન પર ટ્રેન્ડ કરી રહી છે. આ ફિલ્મે દિલજિત દોસાંઝની ફિલ્મ ‘મૈં વાપસ આઉંગા’ને પાછળ મૂકી દીધી છે. ‘કૉકટેલ 2’ પહેલાં ‘મૈં વાપસ આઉંગા’ નેટફ્લિક્સ પર નંબર વન પર ટ્રેન્ડ કરી રહી હતી.