06 March, 2025 04:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સોહમ શાહની નવી ફિલ્મ `ક્રેઝી`
સોહમ શાહની નવી ફિલ્મ `ક્રેઝી` બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. `તુમ્બાડ` બાદ સોહમ શાહે ફરી એક વાર થ્રિલર ફિલ્મ સાથે ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લીધી છે, અને `ક્રેઝી` શાનદાર દિગ્દર્શન સાથે દેશ ભરના પ્રેક્ષકોને પસંદ આવી રહી છે. આ ફિલ્મ તેની શાનદાર સ્ટોરી અને થ્રીલર નેરેટિવને કારણે લોકોને આકર્ષી રહી છે. ફિલ્મને મળતો જબરદસ્ત પ્રતિસાદ અને સારા રિવ્યુઝના કારણે દેશભરના અનેક શહેરોમાં આ ફિલ્મના શો વધારવામાં આવ્યા છે.
`ક્રેઝી` દર્શકોના દિલ જીતી રહી છે! આ ફિલ્મ એક્સ્ટ્રા ડિમાન્ડમાં છે અને એના કારણે હવે કોલ્હાપુર, આનંદ, મેસૂર, વિજયવાડા, વારંગલ, મૅંગલોર, કોયમ્બતૂર, જળગાંવ, લાતુર, મેરઠ, મદુરૈ, શ્રીનગર, બેલગામ, અકોલા, નાથદ્વારા, હોશિયારપુર, બાલાઘાટ, સીકર, ઉલ્હાસનગર, ભરતપુર અને અન્ય શહેરોમાં ફિલ્મના શો વધારવામાં આવ્યા છે. આ દર્શકોના પ્રેમ અને વર્ડ-ઑફ-માઉથનો જલવો જ છે, જેનાથી આ ફિલ્મની પોપ્યુલેરિટી વધી રહી છે.
`ક્રેઝી` એ બૉલિવૂડ થ્રિલર ફિલ્મોમાં એક નવું બેન્ચમાર્ક સેટ કરી રહ્યું છે. ફિલ્મમાં ફૂલ-ઑન થ્રિલ, શાનદાર વિઝ્યુઅલ્સ અને દમદાર સિનેમેટોગ્રાફી છે, જે દર્શકોને એક પાગલપન ભરેલી રાઈડ પર લઈ જાય છે. ગીરીશ કોહલી દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત આ ફિલ્મને સોહમ શાહ, મુકેશ શાહ, અમિતા શાહ અને આદેશ પ્રસાદ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. જ્યારે અંકિત જૈન કૉ-પ્રોડ્યુસર છે. આ થ્રિલર ફિલ્મ 28 ફેબ્રુઆરી 2025 ના રોજ રિલીઝ થઈ હતી અને હજી પણ થિયેટર્સમાં ખૂબ સારું પરફોર્મ કરી રહી છે.
નોંધનીય છે કે, સોહમ શાહ માટે ‘ક્રેઝી’ માત્ર એક સફળ ફિલ્મ જ નહીં, પણ ‘તુમ્બાડ’ પછી તેમના કરિયર માટે એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહી છે. ‘તુમ્બાડ’ બૉલિવૂડની એક અનોખી હૉરર-થ્રિલર ફિલ્મ હતી, જેની રી-રિલીઝે પણ બૉક્સ ઑફિસ પર જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. આ ફિલ્મે પોતાની રી-રિલીઝ દરમિયાન મૂળ રિલીઝ કરતાં વધુ કમાણી કરી, જે બૉલિવૂડમાં એક ઐતિહાસિક સિદ્ધિ બની.
‘તુમ્બાડ’ની વાર્તા એક રહસ્યમય શ્રાપ અને ખજાના પર આધારિત છે, જ્યાં હસ્તર નામનો પાત્ર ખજાનાની રક્ષા કરે છે. ફિલ્મના રોમાંચક દ્રશ્યો અને શાનદાર વિઝ્યુઅલ્સ દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે. ખાસ કરીને, ખજાનાને હેન્ડગન વડે બહાર કાઢવાના દ્રશ્યે લોકોને ચોંકાવી દીધા હતા. સોહમ શહે ‘તુમ્બાડ’માં વિનાયક રાવની ભૂમિકા ભજવી હતી, જે એક અભિનયની દૃષ્ટિએ અને કથાની દૃષ્ટિએ યાદગાર પાત્રોમાં જોવાય છે. આ ફિલ્મ હોરર, થ્રિલર અને મિથોલૉજીનો અનુભવ આપે છે, જે દર્શકો માટે એક નવો અનુભવ સર્જે છે. આ રીતે, ‘તુમ્બાડ’ પછી ‘ક્રેઝી’ દ્વારા સોહમ શાહ ફરી એકવાર દર્શકોને એક અનોખો સિનેમેટિક અનુભવ આપે છે.