‘Laal Singh Chaddha’ બૉયકોટ કરવાની માંગણી કરી ક્રિકેટર મોન્ટી પાનેસરે, કહ્યું આ…

11 August, 2022 05:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ક્રિકેટરનું કહેવું છે કે, આ ફિલ્મ ભારતીય સેના અને શીખોનું અપમાન કરે છે

ફાઇલ તસવીર

આમિર ખાન (Aamir Khan) અને કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) સ્ટારર ફિલ્મ `લાલ સિંહ ચઢ્ઢા` (Laal Singh Chaddha)નો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. સોશિયલ મીડિયા પર બોયકોટની માંગ કરવામાં આવી રહી હતી, આ દરમિયાન ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. દરમિયાન, ભારતીય મૂળના પૂર્વ ઇંગ્લિશ ક્રિકેટર મોન્ટી પાનેસર (Monty Panesar)ની આકરી પ્રતિક્રિયા સામે આવી છે અને તેણે ફિલ્મને બૉયકોટ કરવાની માગણી કરી છે. તેનું માનવું છે કે, આમિર ખાનની આ ફિલ્મ ભારતીય સેના અને શીખોનું અપમાન કરે છે.

મોન્ટી પાનેસરે ટ્વીટ કરીને ફિલ્મ `લાલ સિંહ ચઢ્ઢા`ને બૉયકોટ કરવાની માગણી કરી છે. તેણે પ્રથમ ટ્વિટમાં લખ્યું છે કે, ‘ફોરેસ્ટ ગમ્પ યુએસ સૈન્યમાં ફિટ થઈ જાય છે, કારણ કે અમેરિકા વિયેતનામ યુદ્ધની જરૂરિયાતો પૂરી કરવા માટે ઓછા આઈક્યુ વાળા પુરુષોની ભરતી કરી રહ્યું હતું. આ ફિલ્મ ભારતીય સશસ્ત્ર દળો ભારતીય સેના અને શીખો માટે સંપૂર્ણ કલંક છે! અપમાનજનક. શરમજનક.’

તેણે અન્ય એક ટ્વીટમાં લખ્યું છે કે, ‘લાલ સિંહ ચઢ્ઢામાં આમિરે ઓછા આઈક્યુ વાળા વ્યક્તિનું પાત્ર ભજવ્યું છે. `લાલ સિંહ ચઢ્ઢા` `ફોરેસ્ટ ગમ્પ` (1994ની હોલીવુડ ફિલ્મ)ની રિમેક છે. તે અપમાનજનક છે. શરમજનક. #BoycottLalSinghChadda #BoycottLaalsingh.’

આટલું જ નહીં, તેણે વધુ એક ટ્વિટ કર્યું, જેમાં તેણે ફરી એકવાર ફિલ્મનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે.

નોંધનીય છે કે, મોન્ટી પાનેસરે ઈંગ્લેન્ડ માટે ૫૦ ટેસ્ટમાં ૧૬૭ અને ૨૬ વનડેમાં ૨૪ વિકેટ ઝડપી હતી. તે ટ્વિટર પર ભારત અને ભારતીય ટીમ વિશે ખુલીને વાત કરે છે અને પોતાના મંતવ્યો આપે છે.

entertainment news bollywood bollywood news laal singh chaddha aamir khan kareena kapoor