30 March, 2025 08:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રેખા
રેખાએ હાલમાં ૭૦ વર્ષની વયે દુલ્હનની જેમ સરસ રીતે તૈયાર થઈને સુંદર ગુલાબી અનારકલીમાં ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.
હવે આ તસવીરો ક્લિક કરનાર ફોટોગ્રાફર ડબ્બુ રત્નાણીએ પોતાના આ ફોટોશૂટનો અનુભવ શૅર કર્યો છે.
ડબ્બુ રત્નાણીએ જણાવ્યું છે કે ‘મને રેખાએ જ આ ફોટોશૂટ માટે ફોન કર્યો હતો. તેઓ આ ફોટોશૂટ માટે એટલાં પ્રિપેર્ડ હતાં કે આખું શૂટ માત્ર ૨૦ મિનિટમાં આટોપાઈ ગયું અને પછી અમે એક કલાક સુધી વાતો કરી હતી. તેણે મને જણાવ્યું કે શૂટમાં તેમણે જે આઉટફિટ પહેર્યો છે એ મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યો છે. આ શૂટ કોઈ પબ્લિકેશન માટે નહોતું પણ પર્સનલ શૂટ હતું. અમે એને મનીષના ઘરે શૂટ કર્યું હતું પણ એનો રિસ્પૉન્સ જબરદસ્ત મળ્યો છે.’
પ્રકૃતિની ગોદમાં સમન્થાનું ઑસ્ટ્રેલિયન વેકેશન
ઍક્ટ્રેસ સમન્થા રુથ પ્રભુ હાલમાં ઑસ્ટ્રેલિયામાં રજાઓ ગાળવા પહોંચી હતી. સમન્થાએ પ્રકૃતિ અને પ્રાણીઓ વચ્ચે ક્વૉલિટી ટાઇમ પસાર કર્યો હતો.
સમન્થાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ તસવીરો શૅર કરી છે જેમાં તેના ચહેરા પર શાંતિપૂર્ણ સમય ગાળવાનો આનંદ સ્પષ્ટ નજરે ચડે છે. આ તમામ તસવીરોમાં એકલી સમન્થા જ નજરે ચડે છે.
પ્રભાસ લગ્ન કરશે હૈદરાબાદના બિઝનેસમૅનની દીકરી સાથે
તેલુગુ ફિલ્મોનો સુપરસ્ટાર પ્રભાસ હૈદરાબાદના એક અગ્રણી બિઝનેસમૅનની દીકરી સાથે લગ્ન કરશે એવા સમાચાર છે. ૪૫ વર્ષનો આ ઍક્ટર ક્યારે લગ્ન કરશે અને કોની સાથે કરશે એની અટકળો ઘણા સમયથી થતી આવી છે. તે ‘બાહુબલી’ની ઍક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી સાથે લગ્ન કરશે એવી પણ ચર્ચા હતી. ‘આદિપુરુષ’ના શૂટિંગ દરમ્યાન તેના અને ક્રિતી સૅનનના અફેરની પણ અફવા ઊડી હતી