✕

નવરાત્રિ કાર્યક્રમ દરમિયાન નશામાં હતા દલેર મહેંદી? કાર્યક્રમમાં નેતાએ કરી બબાલ

19 October, 2026 06:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અહેવાલો અનુસાર, સુબોધ ઉનિયાલે દલેર મહેંદીના વર્તન સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કડક શબ્દોમાં ગાયકને પૂછ્યું, "જો તમે યોગ્ય રીતે બોલી પણ શકતા નથી, તો તમે ગાશો કેવી રીતે?" મંત્રીએ કાર્યક્રમના આયોજન અને ગાયકને બોલાવવા પાછળ થયેલા ખર્ચનો પણ ઉલ્લેખ કર્યો."

દલેર મહેંદીના કાર્યક્રમના વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

ઉત્તરાખંડના ટિહરીમાં યોજાયેલા `કુંજાપુરી મેળા`માં પંજાબી ગાયક દલેર મહેંદીના લાઈવ પર્ફોર્મન્સ દરમિયાન એક વિવાદ સર્જાયો હતો. કાર્યક્રમ દરમિયાન રાજ્યના કૅબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલ મંચ પર પહોંચ્યા અને ગાયકને ઠપકો આપ્યો. આ સાંસ્કૃતિક કાર્યક્રમ નવરાત્રિના તહેવાર દરમિયાન યોજાયો હતો. મંત્રીએ શિસ્ત જાળવવા અને આ ધાર્મિક પ્રસંગની ગરિમા જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો.

મંત્રીએ મંચ પર દલેર મહેંદીને ઠપકો આપ્યો

અહેવાલો અનુસાર, સુબોધ ઉનિયાલે દલેર મહેંદીના વર્તન સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કડક શબ્દોમાં ગાયકને પૂછ્યું, "જો તમે યોગ્ય રીતે બોલી પણ શકતા નથી, તો તમે ગાશો કેવી રીતે?" મંત્રીએ કાર્યક્રમના આયોજન અને ગાયકને બોલાવવા પાછળ થયેલા ખર્ચનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, "અમે તમને અહીં લાવવા માટે મોટી રકમ ચૂકવી છે, જેનો ઉદ્દેશ્ય અમારા લોકોને મનોરંજન પૂરું પાડવાનો હતો. તમે અમને મૂર્ખ સમજો છો? આ સ્વીકાર્ય નથી. તમે એક મોટું નામ છો, અને એટલે જ તમને અહીં આમંત્રિત કરવામાં આવ્યા હતા." ઉનિયાલે વધુમાં જણાવ્યું કે આ કાર્યક્રમ દેવી દુર્ગાની આરાધના સાથે જોડાયેલો છે, અને આવા પ્રસંગે સન્માન અને મર્યાદા જાળવવી અત્યંત આવશ્યક છે. મંત્રીનું મંચ પર આવવું અને ગાયકને ઠપકો આપવો, તેનાથી કાર્યક્રમમાં હલચલ મચી ગઈ હતી.

દલેર મહેંદીનો વીડિયો વાયરલ થયો

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં સુબોધ ઉનિયાલ ગાયકને ઠપકો આપતા જોવા મળે છે, જ્યારે દલેર મહેંદી હાથ જોડીને મંત્રીને મંચ પરથી નીચે ઉતરી જવાની વિનંતી કરતા દેખાય છે. જોકે, વીડિયોમાં ગાયક શું કહી રહ્યા છે તે સ્પષ્ટ રીતે સમજી શકાતું નથી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મંત્રીએ એટલા માટે હસ્તક્ષેપ કર્યો કારણ કે દલેર મહેંદી કથિત રીતે નશાની હાલતમાં પર્ફોર્મ કરી રહ્યા હતા. જોકે, આ આરોપની કોઈ પુષ્ટિ કે સત્તાવાર અહેવાલો મળ્યા નથી; તેથી, ગાયક ખરેખર નશામાં હતા કે નહીંતે ચકાસી શકાયું નથી. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ગાયક લાઈવ ગાવાને બદલે `લિપ-સિંક` (હોઠ હલાવીને અગાઉથી રૅકોર્ડ કરેલા ગીત પર પરફોર્મ) કરી રહ્યા હતા. આ દાવાની પણ કોઈ સ્વતંત્ર સૂત્રો દ્વારા પુષ્ટિ થઈ નથી. વિવાદ પર ગાયકની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે. આ ઘટના બાદ દલેર મહેંદી તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. હાલમાં, વાયરલ થયેલો વીડિયો અને કાર્યક્રમ દરમિયાન મંત્રી દ્વારા વ્યક્ત કરવામાં આવેલો અસંતોષ ચર્ચાનો વિષય બન્યા છે. 

daler mehndi viral videos navratri social media uttarakhand bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news