‘ડાર્લિંગ્સ’ના રોલને કારણે ​સોશ્યલ મીડિયામાં થઈ રહી છે વિજય વર્માની ટીકા 

08 August, 2022 05:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ડાર્લિંગ્સ’માં શરાબી અને ગાળ બોલનાર હસબન્ડ હમઝાનો રોલ ભજવવાને કારણે ​ વિજય વર્માની સોશ્યલ મીડિયામાં ખૂબ ટીકા થઈ રહી છે

વિજય વર્મા

‘ડાર્લિંગ્સ’માં શરાબી અને ગાળ બોલનાર હસબન્ડ હમઝાનો રોલ ભજવવાને કારણે ​ વિજય વર્માની સોશ્યલ મીડિયામાં ખૂબ ટીકા થઈ રહી છે. આ ફિલ્મમાં તેની વાઇફના રોલમાં આલિયા ભટ્ટ છે. આ ફિલ્મને શાહરુખ ખાન સાથે મળીને આલિયાએ પ્રોડ્યુસ કરી છે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર પાંચમી ઑગસ્ટે આ ફિલ્મ રિલીઝ થઈ છે. આ ફિલ્મ રિલીઝ થતાં સોશ્યલ મીડિયા યુઝર તેના આ રોલને લઈને તેની જોરદાર ટીકા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે, ‘ફિલ્મમાં તારા હમઝાના કૅરૅક્ટરને હું દિલથી નફરત કરું છું. એ દેખાડે છે કે તું કેટલો સારો હતો.’
અન્ય એકે લખ્યું, ‘તું નફરતને લાયક છે. વિજય તારો પર્ફોર્મન્સ બ્રિલિયન્ટ છે.

સમાજમાં મહિલાઓ સાથે થતી ઘરેલુ હિંસા આ ફિલ્મમાં દેખાડવામાં આવી છે. ફિલ્મમાં આલિયા બદરુના રોલમાં છે. દરરોજ હસબન્ડ દ્વારા થતી મારપીટ બાદ પણ તેને આશા હતી કે એક દિવસ તેનો હસબન્ડ સુધરી જશે. પોતાને મળતા મેસેજને જોતાં વિજયે પણ રિપ્લાય આપ્યો છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિજયે કૅપ્શન આપી હતી, ‘હમઝાને ઑનલાઇન જે નફરતભર્યા મેસેજ મળી રહ્યા છે એ વાંચીને હું હવે કંટાળી ગયો છું.’

entertainment news bollywood news bollywood alia bhatt