દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ફરી બન્યા પેરેન્ટ્સ, બીજી દીકરીને આપ્યો જન્મ

19 September, 2026 09:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

8 સપ્ટેમ્બર 2026ના રોજ - દુઆના બીજા જન્મદિવસ પર - રણવીર અને દીપિકાએ પરિવારની તસવીરો શૅર કરી. આ તસવીરોમાં દીપિકા રણવીર અને દુઆ સાથે પોતાનો `બેબી બમ્પ` ફ્લૉન્ટ કરતી જોવા મળી હતી. દંપતીએ બ્લૅક-એન્ડ-વાઇટ થીમ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે બીજી દીકરીનો જન્મ

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ શનિવાર, 19 સપ્ટેમ્બર 2026ના રોજ બીજી વખત માતા-પિતા બન્યા. દીપિકાએ એક દીકરીને જન્મ આપ્યો છે. આ દંપતીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ શુભ સમાચાર શૅર કર્યા અને તેમની નવજાત દીકરીના પગના નિશાનની તસવીર મૂકી. દીપિકા અને રણવીરને પહેલેથી જ `દુઆ પાદુકોણ સિંહ` નામની એક દીકરી છે. દુઆનો જન્મ 8 સપ્ટેમ્બર 2024ના રોજ થયો હતો. હવે, બે વર્ષ પછી, દંપતીના ઘરે બીજી દીકરીનું આગમન થયું છે.

એપ્રિલમાં બીજી ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી

દીપિકા અને રણવીરે એપ્રિલ 2026માં તેમની બીજી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. તેમણે તેમની દીકરી દુઆની એક તસવીર પણ શૅર કરી હતી. દિપીકા પ્રેગ્નન્સી ટૅસ્ટ કિટ પકડીને બેઠી હતી અને તેમાં પોઝિટિવ પરિણામ દેખાતું હતું. તસવીરમાં રણવીરે દુઆને પોતાના ખોળામાં પકડી રાખી હતી; તેનો ચહેરો દેખાતો ન હતો, જ્યારે દુઆનો અડધો ચહેરો જોઈ શકાતો હતો. આ પહેલાં, દીપિકાએ ફેબ્રુઆરી 2024માં તેની પ્રથમ ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. તેણે 8 સપ્ટેમ્બર 2024ના રોજ દુઆના જન્મના સમાચાર શૅર કરતા લખ્યું હતું, "દીકરીનું સ્વાગત છે. 8 સપ્ટેમ્બર 2024. દીપિકા અને રણવીર."

દુઆના બીજા જન્મદિવસ પર તસવીરો શૅર કરી

8 સપ્ટેમ્બર 2026ના રોજ - દુઆના બીજા જન્મદિવસ પર - રણવીર અને દીપિકાએ પરિવારની તસવીરો શૅર કરી. આ તસવીરોમાં દીપિકા રણવીર અને દુઆ સાથે પોતાનો `બેબી બમ્પ` ફ્લૉન્ટ કરતી જોવા મળી હતી. દંપતીએ બ્લૅક-એન્ડ-વાઇટ થીમ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું અને સફેદ કપડાં પહેર્યા હતા. એક તસવીરમાં દુઆ તેના પિતા રણવીર સાથે જોવા મળી હતી, જ્યારે બીજી તસવીરમાં તે તેની માતાના બેબી બમ્પને જોઈ રહી હતી.

2018માં લગ્ન કર્યા

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની પ્રેમકહાની 2013માં ફિલ્મ `ગોલિયોં કી રાસલીલા રામ-લીલા`ના સેટ પર શરૂ થઈ હતી. લગ્ન કરતા પહેલાં બન્નેએ ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા હતા. ત્યારબાદ, 2018માં તેમણે ઈટાલીમાં લગ્ન કર્યા. દીપિકા અને રણવીરે દિવાળી 2025 દરમિયાન પહેલીવાર દુનિયા સમક્ષ તેમની પુત્રી `દુઆ`નો ચહેરો જાહેર કર્યો. 18 સપ્ટેમ્બરે—એટલે કે તેમની બીજી પુત્રીના જન્મના એક દિવસ પહેલા—રણવીર અને દીપિકા મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન માટે પહોંચ્યો હતો.

ચાહકો તરફથી અભિનંદન

ચાહકોએ આ કપલને તેમની પોસ્ટ પર અભિનંદન પાઠવ્યા. એક ચાહકે લખ્યું, "દીપવીર બે પુત્રીઓના માતા-પિતા બન્યા છે. દુનિયામાં સ્વાગત છે, નાનકડી રાજકુમારી. તમારા બન્ને માટે મારું હૃદય આનંદથી ભરાઈ ગયું છે. બન્ને દીકરીઓ અપાર પ્રેમની છાયામાં મોટી થાય." અન્ય એક ચાહકે લખ્યું, "આજે રાધાષ્ટમી છે. કેટલો અદ્ભુત દિવસ છે. દુનિયામાં સ્વાગત છે, નાનકડી પરી. અભિનંદન." વધુ એક ચાહકે લખ્યું, "મારી પ્રિય જોડીને એવો પરિવાર મળ્યો છે જેની મેં તેમના માટે કામના કરી હતી. બે દીકરીઓ. તેઓ સુખી રહે અને તેમને કોઈની નજર ન લાગે."

childbirth ranveer singh deepika padukone bollywood news bollywood buzz bollywood gossips bollywood entertainment news