21 October, 2026 08:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે દશેરાના અવસરે પોતાની બીજી દીકરીનું નામ જાહેર કરીને તેની પહેલી તસવીર શૅર કરી છે, જોકે એમાં તેનો ચહેરો દેખાતો નથી
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે દશેરાના અવસરે પોતાની બીજી દીકરીનું નામ જાહેર કરીને તેની પહેલી તસવીર શૅર કરી છે, જોકે એમાં તેનો ચહેરો દેખાતો નથી. રણવીર અને દીપિકાએ તેમની બીજી દીકરીનું નામ દેવી પાદુકોણ સિંહ જાહેર કર્યું હતું અને સોશ્યલ મીડિયા પર શૅર કરેલી તસવીરમાં રણવીર અને દીપિકા તેમની બન્ને દીકરીઓ સાથે જોવા મળે છે.
આ પહેલાં બૉલીવુડના આ પાવર કપલે ૨૦૨૪ની રોજ ગણેશ ચતુર્થીએ પોતાની પહેલી દીકરીનું નામ ‘દુઆ પાદુકોણ સિંહ’ જાહેર કર્યું હતું અને આ વર્ષે દશેરાના દિવસે બીજી દીકરીના નામની જાહેરાત કરી છે.
દીપિકા અને રણવીરે શૅર કરેલી પારિવારિક તસવીરમાં રણવીર પોતાની મોટી દીકરી દુઆને તેડીને બેઠો છે જ્યારે દીપિકાએ નાની દીકરી દેવીને તેડી છે. આ તસવીરમાં દુઆ પોતાની નાની બહેન દેવીને પ્રેમથી કિસ કરતી જોવા મળે છે. આ તસવીર સાથે દીપિકાએ કૅપ્શનમાં લખી હતી કે ‘પ્રેમ અને ખુશીઓથી ભરપૂર - દેવી પાદુકોણ સિંહ.
નાની દીકરી સાથેની પહેલી તસવીરમાં દીપિકા પાદુકોણે પહેર્યો ૧.૪૪ લાખ રૂપિયાનો મસાબા ગુપ્તાનો કુર્તા-સેટ
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ગઈ કાલે દશેરાના અવસરે નાની દીકરીનું નામ દેવી પાદુકોણ સિંહ રાખ્યું હોવાનું જાહેર કરીને તેની સાથેની પહેલી તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં દીપિકા, રણવીર અને બન્ને દીકરીઓ જોવા મળે છે. આ તસવીરમાં પરિવારના સભ્યોએ એકબીજા સાથે મેળ ખાતા પરંપરાગત પોશાક પહેર્યા હતા.
દીપિકાએ ૨૦૨૫ની દિવાળીમાં પોતાની મોટી દીકરી દુઆનો ચહેરો દુનિયાને દેખાડતી વખતે તેની સાથે મૅચિંગ હોય એવું ડિઝાઇનર સબ્યસાચીનું સુંદર આઉટફિટ પહેર્યું હતું અને હવે બીજી દીકરી સાથેની પહેલી તસવીરમાં ૧.૪૪ લાખ રૂપિયાનો ડિઝાઇનર મસાબા ગુપ્તાનો કુર્તા-સેટ પહેર્યો છે. આ પોશાકમાં પીચ રંગનું ટિશ્યુ પૅચવર્ક, એમ્બ્રૉઇડરી અને ઝીણું ઝરદોસી હૅન્ડવર્ક કરવામાં આવ્યું હતું. દીપિકાએ આ કુર્તા સાથે મૅચિંગ બૉટમ પહેર્યું હતું, જેના પર પણ એમ્બ્રૉઇડરીવાળું ટિશ્યુ પૅચવર્ક હતું. મસાબા ગુપ્તાની સત્તાવાર વેબસાઇટ અનુસાર આ કુર્તા-સેટની કિંમત ૧,૪૩,૬૦૦ રૂપિયા છે. દીપિકાના આ આઉટફિટ સાથે રણવીર તેમ જ દીકરીઓ દુઆ અને દેવીએ પણ મૅચિંગ કર્યું હતું.