દીપિકા પાદુકોણ પ્રેગ્નન્સી દરમ્યાન રહેવાની છે સુપરબિઝી

28 April, 2026 11:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કિંગ અને રાકા બન્નેમાં તેનો રોલ મહત્ત્વનો હોવાના કારણે ઍક્ટ્રેસની ટીમે આગામી મહિનાઓનું ખાસ શેડ્યુલ તૈયાર કર્યું છે....

દીપિકા પાદુકોણ

સામાન્ય રીતે પ્રેગ્નન્સી દરમ્યાન સેલિબ્રિટી કામમાંથી બ્રેક લઈ લે છે, પરંતુ દીપિકા પાદુકોણે આ વખતે અલગ રસ્તો પસંદ કર્યો છે. તાજેતરમાં દીપિકાએ પોતાની બીજી પ્રેગ્નન્સીના ગુડ ન્યુઝ ફૅન્સ સાથે શૅર કર્યા હતા.

દીપિકા હાલમાં બે મોટા બજેટની ફિલ્મોમાં કામ કરી રહી છે, જેમાં ‘કિંગ’ અને ‘રાકા’નો સમાવેશ થાય છે.

દીપિકાએ પ્રેગ્નન્સીમાં પણ બન્ને ફિલ્મોને સમયસર પૂર્ણ કરવાનો સંપૂર્ણ પ્લાન તૈયાર કરી લીધો છે, જેથી કામ અને સ્વાસ્થ્ય બન્નેનું સંતુલન જળવાઈ રહે. રિપોર્ટ મુજબ બન્ને ફિલ્મમાં દીપિકાનો રોલ મહત્ત્વનો હોવાથી તેની ટીમે આગામી કેટલાક મહિનાઓનું શેડ્યુલ ખૂબ વિચારીને તૈયાર કર્યું છે. દીપિકા આગામી દિવસોમાં સુપરબિઝી રહેવાની હોવાના કારણે તેના નવા શેડ્યુલમાં શૂટિંગની તારીખો, મીટિંગ્સ અને જરૂરી બ્રેક્સ બધું સામેલ છે. આ બન્ને ફિલ્મોના કેટલાક મહત્ત્વપૂર્ણ ભાગોનું શૂટિંગ હજુ બાકી છે, જેને જલદી પૂર્ણ કરવાની તૈયારી ચાલી રહી છે. નિર્માતાઓ પણ દીપિકાની સ્થિતિને ધ્યાનમાં રાખીને શેડ્યુલને ફ્લેક્સિબલ રાખી રહ્યા છે, જેથી દીપિકા પર વધુ દબાણ ન આવે અને કામ પણ અટકી ન જાય.

deepika padukone upcoming movie bollywood buzz bollywood news bollywood entertainment news