29 January, 2026 01:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાઈ પલ્લવી અને દીપિકા પાદુકોણ
પ્રભાસની સુપરહિટ ફિલ્મ ‘કલ્કિ 2898 AD’ના બીજા ભાગમાંથી દીપિકા પાદુકોણને પડતી મૂકવામાં આવી છે એ વાત કન્ફર્મ છે પણ તેની જગ્યાએ કોને સાઇન કરવામાં આવશે એની સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. હવે એવી ચર્ચા છે કે ફિલ્મમાં સાઈ પલ્લવીને કાસ્ટ કરવામાં આવી શકે છે. જોકે સાઈ પલ્લવીને આ રોલ માટે પસંદ કરવામાં આવી છે કે નહીં એની ઑફિશ્યલ જાહેરાત કરવામાં નથી આવી. મળતી માહિતી પ્રમાણે પ્રભાસ ‘કલ્કિ 2898 AD’ની સીક્વલનું શૂટિંગ બીજી ફેબ્રુઆરીથી શરૂ કરવાનો છે.