11 January, 2026 03:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તેણે પોતાનો લુક ચોકર અને મોટા ઇઅરરિંગ્સ સાથે કમ્પ્લીટ કર્યો છે અને વાળને સ્લીક બનમાં બાંધી રાખ્યા છે.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હાલમાં ન્યુ યૉર્કમાં રજા ગાળી રહ્યાં છે. દીપિકા ત્યાં પોતાની મિત્ર સ્નેહા રામચંદર અને ક્રિસ રૉસીનાં લગ્નમાં સામેલ થઈ હતી. મિત્રના લગ્ન-સમારંભમાંથી દીપિકાની એક તસવીર સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે જેમાં તે પોતાની ફ્રેન્ડ્સ સાથે જોવા મળે છે. આ તસવીરમાં દીપિકા સાડીમાં અત્યંત સુંદર દેખાય છે. લગ્નમાં દીપિકાએ પર્પલ કલરની બાંધણી સાડી પહેરી છે, જેને તેણે એમ્બ્રૉઇડરી બ્લાઉઝ સાથે પૅર કરી છે. તેણે પોતાનો લુક ચોકર અને મોટા ઇઅરરિંગ્સ સાથે કમ્પ્લીટ કર્યો છે અને વાળને સ્લીક બનમાં બાંધી રાખ્યા છે.