દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે માણ્યો દુઆ બેબી સાથે તેનો પહેલો લાઇવ શો

28 April, 2026 11:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ટૂંક સમયમાં ફરી એક વખત પેરન્ટ્સ બનવાનાં છે પણ સાથે-સાથે તેઓ દીકરી દુઆ સાથે ક્વૉલિટી ટાઇમ પણ પસાર કરે છે. હાલમાં રણવીરે દીકરી દુઆને નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના લાઇવ શોમાં લઈ જવાનો અનુભવ શૅર કર્યો છે.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે માણ્યો દુઆ બેબી સાથે તેનો પહેલો લાઇવ શો

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ટૂંક સમયમાં ફરી એક વખત પેરન્ટ્સ બનવાનાં છે પણ સાથે-સાથે તેઓ દીકરી દુઆ સાથે ક્વૉલિટી ટાઇમ પણ પસાર કરે છે. હાલમાં રણવીરે દીકરી દુઆને નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના લાઇવ શોમાં લઈ જવાનો અનુભવ શૅર કર્યો છે. રણવીર અને દીપિકા દીકરી દુઆ સાથે એક લાઇવ ઇવેન્ટમાં જોવા મળ્યાં હતાં અને પછી રણવીરે જણાવ્યું હતું કે આ અનુભવ વધુ ખાસ હતો, કારણ કે આ તેમની દીકરી દુઆનો પહેલો લાઇવ શો હતો.

NMACC દ્વારા સોશ્યલ મીડિયા પર શૅર કરાયેલા વિડિયોમાં રણવીર શો પછી પોતાના અનુભવ વિશે વાત કરતો જોવા મળ્યો. ક્લિપમાં તેણે કહ્યું હતું કે ‘આ અમારા માટે થોડું વધુ ખાસ છે, કારણ કે આ અમારી દુઆ બેબીનો પહેલો શો છે.’

ranveer singh deepika padukone bollywood buzz bollywood news bollywood entertainment news