10 September, 2026 04:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણવીર સિંહ અને દુઆ પાદુકોણ સિંહ
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બીજી વખત પેરન્ટ્સ બનવા જઈ રહ્યાં છે. આ કપલે આ વર્ષની શરૂઆતમાં પોતાની બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. મંગળવારે દુઆની બીજી વર્ષગાંઠે બન્નેએ સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ પર મૅટરનિટી ફોટોશૂટની તસવીરો શૅર કરી હતી. આ તસવીરોમાં તેમની દીકરી દુઆની ક્યુટનેસે બધાનાં દિલ જીતી લીધાં હતાં.
હવે સોશ્યલ મીડિયા પર લોકો દીપિકા અને રણવીરની બાળપણની તસવીરોની સરખામણી દુઆની નવી તસવીરો સાથે કરી રહ્યા છે. આ તસવીરો જોયા બાદ મોટા ભાગના ફૅન્સનું માનવું છે કે દુઆ એકદમ રણવીર-પપ્પાની કાર્બન કૉપી લાગે છે. ઘણા લોકોએ રણવીર અને દુઆના બાળપણમાં દાંત એકસરખા હોવાની વાત પણ હાઇલાઇટ કરી છે.