28 February, 2026 02:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીપિકા પાદુકોણ
મમ્મી બન્યા પછી દીપિકા પાદુકોણ ભલે હજી સુધી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી, પરંતુ તેના આવનારા પ્રોજેક્ટ્સને લઈને તે સતત ચર્ચામાં રહી છે. સૌપ્રથમ પ્રભાસ અભિનીત ફિલ્મ ‘સ્પિરિટ’માંથી દીપિકાને બહાર કરવામાં આવી હતી, જેને લઈને ભારે વિવાદ ઊભો થયો હતો. ત્યાર બાદ જાહેરાત થઈ કે તેને ‘કલ્કિ 2898 AD’ની સીક્વલમાંથી પણ હટાવી દેવામાં આવી છે. હવે રિપોર્ટ પ્રમાણે દીપિકાના હાથમાંથી હૉલીવુડનો એક મોટો પ્રોજેક્ટ પણ સરકી ગયો છે.
લાંબા સમયથી ચર્ચા હતી કે દીપિકા એમી અવૉર્ડ જીતેલી સિરીઝ ‘ધ વાઇટ લોટસ’ની ચોથી સીઝનમાં જોવા મળશે. સિરીઝના નિર્માતાઓ દીપિકા સાથે કામ કરવા ઇચ્છુક હતા અને આ માટે તેમણે દીપિકાનો સંપર્ક પણ કર્યો હતો, પરંતુ દીપિકાએ આ પ્રોજેક્ટ માટે ના પાડી દીધી. મળતી માહિતી પ્રમાણે ‘ધ વાઇટ લોટસ’ માટે કાસ્ટિંગ-પ્રક્રિયાને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, પણ દીપિકા આ સિરીઝ માટે ઑડિશન આપવા નથી ઇચ્છતી. આ જ કારણસર દીપિકાને આ પ્રોજેક્ટ પણ છોડવો પડ્યો છે.