દીપિકા પાદુકોણની લાડલીને મળી ખાસ ગિફ્ટ

21 January, 2026 11:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દુઆ પાદુકોણ સિંહની દાદીએ મેંદીથી હાથમાં લખાવ્યું લાડકી પૌત્રીનું નામ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની દીકરી દુઆને પરિવાર બહુ લાડ કરે છે. હાલમાં દીપિકાએ સોશ્યલ મીડિયામાં એક ખાસ તસવીર શૅર કરી છે જેમાં દુઆ માટે મળેલી એક કસ્ટમાઇઝ્ડ ગિફ્ટ નજરે પડે છે. આ ભેટ જેટલી સુંદર દેખાય છે એટલી જ લાગણીઓથી ભરપૂર છે.  આ ગિફ્ટની તસવીરમાં દુઆનું નામ બહુ જ સુંદર અંદાજમાં લખાયેલું છે જે તરત જ ધ્યાન ખેંચે છે. આ સાથે સૉફ્ટ અને એલિગન્ટ ડેકોરેશન આ ગિફ્ટને વધુ ખાસ બનાવે છે. આ તસવીરમાં દીપિકાના હાથમાં એક લેટર પણ જોવા મળે છે જેમાં દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને બેબી દુઆનું નામ લખેલું છે.

દુઆ પાદુકોણ સિંહની દાદીએ મેંદીથી હાથમાં લખાવ્યું લાડકી પૌત્રીનું નામ

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની દીકરી દુઆ હવે એક વર્ષની થઈ ગઈ છે અને તેમણે થોડા સમય પહેલાં જ ફૅન્સને તેનો ચહેરો દેખાડ્યો હતો. દુઆ પોતાના પરિવારની લાડલી છે અને દરેક તેના પર ભરપૂર પ્રેમ વરસાવે છે. હવે દુઆની દાદી અંજુ ભાવનાણીએ પણ અનોખી રીતે પોતાની પૌત્રી પર પ્રેમ વરસાવ્યો છે. અંજુ ભાવનાણી તાજેતરમાં એક લગ્ન સમારંભમાં સામેલ થઈ હતી. આ દરમ્યાન તેણે પોતાની પૌત્રી દુઆનું નામ મેંદીથી હાથ પર લખાવ્યું અને એની તસવીર પણ શૅર કરી છે.

deepika padukone ranveer singh social media entertainment news bollywood bollywood news christmas