દીપિકા પાદુકોણ પ્રેગ્નન્સીની જાહેરાત પછી પહેલી વખત સોશ્યલ મીડિયામાં દેખાઈ

22 April, 2026 12:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ તસવીરમાં દીપિકાનું બેબી-બમ્પ સ્પષ્ટ દેખાતું નથી, પરંતુ તેના ચહેરા પરનો ગ્લો ફૅન્સનું ધ્યાન ખેંચી રહ્યો છે

હાલમાં ડિરેક્ટર ​પુનિત મલ્હોત્રાએ દીપિકા સાથે કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે

દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહ બીજી વખત પેરન્ટ્સ બનવાનાં છે અને તેમણે આ ગુડ ન્યુઝ સોશ્યલ મીડિયાના માધ્યમથી શૅર કર્યા હતા. જોકે બીજી પ્રેગ્નન્સી વચ્ચે પણ દીપિકા પોતાના કામમાં વ્યસ્ત છે. હાલમાં ડિરેક્ટર ​પુનિત મલ્હોત્રાએ દીપિકા સાથે કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. તસવીરોમાં દીપિકા સફેદ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, જ્યારે પુનિત કૅઝ્અલ લુકમાં જોવા મળે છે. આ તસવીરમાં દીપિકાનું બેબી-બમ્પ સ્પષ્ટ દેખાતું નથી, પરંતુ તેના ચહેરા પરનો ગ્લો ફૅન્સનું ધ્યાન ખેંચી રહ્યો છે. પુનિતે પોસ્ટ સાથે લખ્યું કે આ શૂટ તેના માટે ‘૧૦/૧૦’ અનુભવ રહ્યો અને તેણે દીપિકાની સરળતાની પ્રશંસા કરી.

deepika padukone upcoming movie entertainment news bollywood bollywood news bollywood gossips bollywood buzz social media