રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની દીકરી દુઆ તેમને વાત કરવા નથી દેતી?

07 March, 2026 01:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીપિકાએ પોતાની આ લાગણી વ્યક્ત કરવા માટે એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં એક વૃદ્ધ માણસ જોરથી બૂમ પાડતો જોવા મળે છે. વિડિયોની કૅપ્શનમાં લખ્યું હતું, ‘મારું બાળક માત્ર એટલા માટે જોરથી અવાજ કરે છે કારણ કે હું અને મારો પતિ વાત કરતાં હોઈએ છીએ.’ 

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની દીકરી દુઆ તેમને વાત કરવા નથી દેતી?

દીપિકા પાદુકોણે તાજેતરમાં પોતાની દોઢ વર્ષની દીકરી દુઆ વિશે એક મજેદાર ખુલાસો કર્યો છે. તેણે એક રીલ શૅર કરીને આડકતરી રીતે જણાવ્યું છે કે જ્યારે પણ હું અને રણવીર વાતચીત શરૂ કરીએ છીએ ત્યારે અમારી લાડકી દીકરી દુઆ એવું કંઈક કરે છે કે અમારું ધ્યાન બીજે દોરવાઈ જાય છે. 

દીપિકાએ પોતાની આ લાગણી વ્યક્ત કરવા માટે એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં એક વૃદ્ધ માણસ જોરથી બૂમ પાડતો જોવા મળે છે. વિડિયોની કૅપ્શનમાં લખ્યું હતું, ‘મારું બાળક માત્ર એટલા માટે જોરથી અવાજ કરે છે કારણ કે હું અને મારો પતિ વાત કરતાં હોઈએ છીએ.’ 

દીપિકાએ આ વિડિયોને રીશૅર કરીને સહમતી વ્યક્ત કરી અને સાથે પતિ રણવીર સિંહને પણ ટૅગ કર્યો છે.

deepika padukone ranveer singh social media bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news